Monday, 09/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં આંખોના ચેપી રોગમાં મોટાભાગના દર્દીઓ સપડાયા…

July 26, 2023
        439
સંતરામપુર નગરમાં આંખોના ચેપી રોગમાં મોટાભાગના દર્દીઓ સપડાયા…

ઈલિયાશ શેખ સંતરામપુર 

સંતરામપુર નગરમાં આંખોના ચેપી રોગમાં મોટાભાગના દર્દીઓ સપડાયા…

 

સંતરમપુર તા.૨૬

 સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં 200 ઉપરાંત આજ સાંજે નોંધાયા હતા. ચોમાસાની સિઝન શરૂ થતા અને બે વળી ઋતુ ભેગી થતા એક બાજુ મચ્છરનો ઉપગ્રહ ત્યારે બીજી બાજુ સતત છેલ્લા ઘણા સમયથી આંખોના ચેપી રોગોના સતત સંખ્યા વધારો જોવા મળી આવેલી છે. લોકો આ ચેપી રોગના કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે .ઘર દીઠ ત્રણથી ચાર વ્યક્તિ આવા રોગમાં સપડાયેલા જોવા મળેલા છે મોટાભાગના લોકો અને દર્દીઓ સંતરામપુરમાં કાળા કલરના ગોગલ ચશ્માનો વધારે પડતો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.આ એવો રોગ છે કે ઘરમાં એક વ્યક્તિને થાય તો ઘરના દરેક વ્યક્તિને ફરજિયાત થતો હોય છે ભેજવાળો વાતાવરણ બે વળી ઋતુ દિવસ દરમિયાન ગરમીનો બફારો આવી આવા સમયે પરિસ્થિતિમાં લોકોની પરિસ્થિતિ ખરાબ થતી જોવા મળી આવેલી છે સરકારી હોસ્પિટલમાં 200 ઉપરાંત કેશો નોંધાઈ ત્યારે સંતરામપુર ખાનગી હોસ્પિટલમાં પણ મોટાભાગના લોકો અને દર્દીઓ આંખોની સારવાર કરવા માટે ભારે ઘસારો જોવા મળેલો હતો અડધો અડધ સંતરામપુરમાં આંખોના ચેપી રોગથી ના ભોગ બન્યા સતત આપવાથી પાણી આવવું બીજ નીકળવા આંખોમાં લાય બળવી આખો લાલ થઈ જવી ઓછું જોવું આવા લક્ષણોથી ચીપી રોગોની સંખ્યા વધારે જોવા મળી આવેલો હતો સ્ટેટ હોસ્પિટલમાં સવારથી દર્દીઓનો આંખોની સારવાર કરવા માટે ઘસારો જોવા મળી આવેલો હતો આવા સમયમાં પણ નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને મચ્છરો વધારે જોવા મળી આવેલો છે નગરને સ્વચ્છ રાખવામાં આવે તેમ તેવી લોકોની માંગ પણ ઊભી થયેલી છે નાના છોકરા થી માંડીને યુવાનો વડીલો સતત વધારો થયેલો જોવા રહેલો હતો અને ખાસ કરીને જો સંતરામપુર ની પ્રાથમિક શાળા અને હાઇસ્કુલોમાં જો આવા રોગમાં બાળકોને થતા હોય તો ખાસ કાળજી રાખે તેવી પરિસ્થિતિ જોવાયેલી છે કે ચેપી રોગથી મોટાભાગના બાળકો પણ ભોગ બની શકે છે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા આવા સમય દરમિયાન માં ધ્યાન આપવામાં આવે અને રોગ અટકાવી શકાય સારવાર અને માર્ગદર્શન આપવું જોઈએ જેથી કરીને બાળકો પર પણ તેના ભોગ ના બની શકે ક્યાં દેખો થયા દરેક વ્યક્તિ વડીલો યુવાનો કાળા કલરના ગોગલ ચશ્મા પહેરીને જોવા મળી આવેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!