
બાબુ સોલંકી:- સુખસર
મણીપુરની દર્દનાક ઘટનાના વિરોધમાં ફતેપુરા તાલુકા આદિવાસી સંગઠનોના બંધના એલાનને જબરદસ્ત પ્રતિસાદ..
ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર સહિત સુખસર,બલૈયામાં ધંધાદારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો.
દોષિતોને દાખલો બેસે તેવી સજા કરાય તથા મણિપુરના મુખ્યમંત્રીને પદભષ્ટ કરવા સહિતની માંગ સાથે બંધ પાળવામાંઆવ્યો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.23
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરી જાહેરમાં કરેલ બર્બરતાપૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામુહિક દુષ્કર્મના પાસવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલાં લઈ દોષિતોને સજા થાય તથા 78 દિવસ કરતાં વધુ દિવસથી ચાલી રહેલી હિંસા રોકવામાં નિષ્ફળ ગયેલી રાજ્ય તથા કેન્દ્રની ભાજપ સરકારને પદભ્રષ્ટ કરવાની માંગ સાથે સમગ્ર દેશ ચિંતામાં છે.પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે.સભ્ય સમાજમાં દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય અને એ છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે હીન કક્ષાનું નીકૃષ્ટ કૃત્ય કરવાનું કોઈ વિચારી પણ કેવી રીતે શકે? તેવા પ્રશ્નો પણ ઉઠવા પામેલ છે.આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈને આવા દુષ્કર્મ ગુજારનાર દોષિતોને સજા થાય,એક દાખલો બેસાડવામાં આવે અને મણીપુરને શાંતિ સુરક્ષા આપવામાં ન્યાયતંત્ર માટે ઘણું દુઃખદ અને શરમજનક રીતે નિષ્ફળ ગયેલા મણીપુરના મુખ્યમંત્રીને તાત્કાલિક પદભ્રષ્ટ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ ફતેપુરા તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.મણીપુરની દર્દનાક ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદિવાસી સંસ્થાઓએ આપેલા બંધના એલાનને સંપૂર્ણ સમર્થન આપી સજ્જડ બંધ રાખવામાં સફળતા મળી હોવાનું જાણવા જોવા મળી રહ્યું હતું. અને ફતેપુરા બલૈયા સહિત સુખસર ના વેપારીઓ દ્વારા સજ્જડ પાળવામાં આવ્યો હતો.
મણીપુરમાં મહિલાને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં કરેલા બર્બરતા પૂર્ણ કૃત્ય અને ત્યારબાદ થયેલા સામૂહિક દુષ્કર્મ જેવાં પાસવી કૃત્યની ઘટના સામે આક્રોશ વ્યક્ત કરવા આદિવાસી એકતા મોરચા સહિત અનેક આદિવાસી સંસ્થાઓ દ્વારા મણીપુરમાં ઊભી થયેલી કરુણ પરિસ્થિતિ અને કેન્દ્ર સરકારના મણિપુર બાબતમાં લેવાયેલા વલણના વિરુદ્ધમાં આજરોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.આદિવાસી સેવાભાવી સંસ્થાઓએ આ બંધને સમર્થન આપવા કોંગ્રેસ પક્ષને વિનંતી કરી હતી.જેથી કોંગ્રેસ પક્ષ તથા અન્ય પક્ષોએ બંધને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.
અહીંયા જણાવવું જરૂરી છે દાહોદ જિલ્લા સહિત ફતેપુરા તાલુકામાં હત્યા, દુષ્કર્મ,અપહરણ ચોરી, દેશી ઇંગ્લિશ દારૂની બે રોકટોક હેરાફેરી,જેવા અનેક સમાજ વિરોધી કૃત્યો બની રહ્યા છે,જે બાબતે પણ જાગૃતિ દાખવી તેમાં સંડોવાયેલા ગુનેગારો માટે પ્રજા દ્વારા દાખલા રૂપ દેખાવો કરવામાં આવે તેની જરૂરત નથી જણાતી? તેવા પ્રકારના સવાલો પણ ઉઠવા પામ્યા છે.