Thursday, 26/12/2024
Dark Mode

દેવગઢ બારીયા નગરમાં 64 દુકાનોમાં ફરીયાદીની પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ અંતર્ગત અરજી કરાઈ..

July 23, 2023
        425
દેવગઢ બારીયા નગરમાં 64 દુકાનોમાં ફરીયાદીની પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ અંતર્ગત અરજી કરાઈ..

દેવગઢ બારીયા નગરમાં 64 દુકાનોમાં ફરીયાદીની પત્ની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગ અંતર્ગત અરજી કરાઈ..

દાહોદ તા.૨૩

દેવગઢ બારીઆ નગરમાં ૬૪ દુકાનો સામે વિવિધ અરજીને ફરિયાદ દાખલ કરી પોતાને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમજતા દેવગઢ બારીયાના સંજય જવાહર પરમાર અને તેની પત્ની વનિતા સંજય પરમાર સામે મિલકત ભાડે રાખી છેલ્લા કેટલાક સમયથી ભાડું નહી આપી ખાલી નહી કરતા ગુજરાત સરકારનો નવો કાયદો અમલમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી કરવામાં આવી હતી.આ અરજી કરતા દેવગઢબારિયા પોલીસ દ્વારા અટકાયતી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દેવગઢ બારીઆ નગરમાં છેલ્લા કેટલાય સમયથી ચકચાર અને વિવાદવાળું ૬૪ દુકાનોનું શોપિંગ સેન્ટર એવું સરકારી જમીન અને ખાનગી જમીનનું વિવાદ શોપિંગ સેન્ટરમાં અરજી કરનાર અને પોતાને સત્યવાદી કહી ગૌસેવકનું બિડું લઈને આર.ટી.આઈ. ઓની અરજી કરતા સંજય જવાહર પરમાર અને તેની પત્ની વનિતા સંજય પરમાર ૨૦૨૦ મુજબ દેવગઢ બારીયા પાલિકા પૂર્વ પ્રમુખના પતિ નીલ રશ્મિકાંત સોની દ્વારા દાખલ કરવામાં આવેલ. જેમાં દેવગઢ બારિયા સુથારવાડા વિસ્તારમાં આવેલ સીટી સર્વે નંબર ૧૬૬૧નું મકાન તેમના પિતા રશ્મિકાંત રસિકલાલ સોની અને નીલ રશ્મિકાંત સોનીના સંયુક્ત નામે ચાલે છે. આ મિલકતમાં ઉપરના માળે તેઓના મધરનું બ્યુટી પાર્લર ચાલતું હતું તેઓના માતૃનો આકસ્મિક મૃત્યુ થતાં આ ચાલુ બ્યુટી પાર્લર માલ સામાન ફર્નિચર સાથે સંજયભાઈ જવાહરભાઈ પરમાર તથા વનિતાબેન સંજય પરમારને એક સારા વ્યક્તિ તરીકે ભાડે આપ્યું હતું પરંતુ વર્ષ ૨૦૧૮થી તેઓની દાનત બગડતા છેલ્લા કેટલાય મહિનાથી ભાડું પણ આપ્યું નથી અને ગેરકાયદેસર કબજાે જમાવીને બેઠેલા હોય જે નગરપાલિકા દ્વારા આ જર્જરિત મિલકત ઉતારવાની નોટિસ મળતા મકાન માલિકે તેઓને રજૂઆત કરી કે ભાઈ તમે આ મકાન ખાલી કરી દો પરંતુ તેઓ ખાલી ન કરતા આ અરજી નીલ સોની દ્વારા દાખલ કરવામાં આવેલ જે અરજી આધારે દેવગઢ બારીયા મામલતદાર કચેરી દ્વારા સ્થળનો જવાબ પંચકયાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યારે પોલીસ દ્વારા પણ તેઓના અટકાયતી પગલાં લઈ મામલતદાર ખાતે જામીન માટે રજૂ કરાયા હતા. આ દેવગઢ બારીઆમાં પોતે રાજકીય આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, ગૌરક્ષક અને આર.ટી.આઈ. કાર્યકર્તા તરીકે લોકોને અરજી કરવાની ધમકી આપતા સંજય જવાહર પરમાર સામે અરજી દાખલ કરતા દેવગઢ બારીઆ નગરમાં ટોક ઓફ ધી ટાઉન મુદ્દો બન્યો છે. હવે જાેવું એ રહ્યું કે તંત્ર કેટલો ઝડપી ર્નિણય લે તેવી અનેક ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!