ઈલિયાશ શેખ સંતરામપુર
સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં આંખના તબીબના હોવાના કારણે મોટાભાગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા..
સંતરામપુર તા. 20
સંતરામપુર તાલુકાના આજુબાજુના ગામડાના આંખના દર્દીઓ આંખની તપાસ કરાવવા માટે સંતરામપુર સ્ટેસ હોસ્પિટલમાં આવતા હોય છે.પરંતુ ડોક્ટર તબીબ ન હોવાના કારણે તેમને ધરમ ધક્કા ખાવા પડતા હોય છે ગમે ત્યારે પણ દર્દી હોસ્પિટલમાં આંખની તપાસ કરાવવા આવે ત્યારે તેમને કહેવામાં આવે છે કે અહીંયા રેગ્યુલર ડોક્ટર ન હોવાના કારણે તમારા સોમવારે અને ગુરુવારે આવું પડશે. તેવાં પ્રકારના હોસ્પિટલમાંથી દર્દીઓને આવો જવાબ મળતો હોય છે. અને ગુરુવાર અને સોમવાર ફક્ત જિલ્લામાંથી આવતા તબીબ આંખની તપાસ એટલી કરતા હોય છે.પરંતુ સંતરામપુર તાલુકાના મોટાભાગના ગામડાના દર્દીઓને આંખોની સારવાર કરવા માટે બહાર જવું પડતું હોય છે. સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં સોમ અને ગુરુ આવે તો નંબર એકલી તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ ઓપરેશન અને અન્ય સારવાર માટે તેમને જિલ્લામાં મોકલી આપવામાં આવતા હોય છે. આટલો મોટો સંતરામપુર તાલુકો હોવા છતાંય આંખના દર્દીઓની ઘર આંગણે પણ સારવાર નથી મળતી અને મોટી સંખ્યામાં મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અને હાલાકી ભોગવવી પડતી હોય છે. ઘણા સમયથી આવી પરિસ્થિતિના કારણે દર્દીઓ મોટાભાગનાના છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મજબૂર બનતા હોય છે ગુજરાત સરકાર દ્વારા ગરીબ દર્દીઓ માટે મફત સારવાર માટે ફક્ત મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે પરંતુ હોસ્પિટલમાં આંખને સંતરામપુર સ્ટીલ હોસ્પિટલમાં નિમણૂક જ કરેલ નથી મળતી માહિતી મુજબ આંખો બતાવી અને સારવાર કરવી હોય તો બહાર તો જવું જ પડે તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે. જોકે હાલ આંખોના રોગોનું વાવેતર ચાલી રહ્યું છે. અને ખાનગી દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવી પરિસ્થિતિમાં સંતરામપુર સરકારી સિવિલ હોસ્પિટલમાં આંખોના નિષ્ણાત તબીબ ન હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આવી કારમી મોંઘવારીમાં એક સાંજે 13 ટુટે જેવી પરિસ્થિતિના નિર્માણ વચ્ચે ગરીબ લોકો સારવાર માટે દરદરની ઠોકરો ખાઈ રહ્યા છે. એક તરફ સરકાર સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ માટે મોટી મોટી ગુલબાંગો પોકારે છે. તારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સરકારની આ પોલ ખુલી રહી છે. તારે આવા સંજોગોમાં સરકાર સંવેદનશીલ બને અને આરોગ્ય લક્ષી સેવાઓ મામલે ઘટતું કરે તેવી લાગણી અને માંગણી ફેલાવવા પામી છે.