રાહુલ ગારી :- ગરબાડા
ધાનપુર તાલુકાના ચારી ગામેથી મોટરસાઇકલ પર હેરાફેરી થતા વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો:એક ફરાર
પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત બે ઈસમો સામે ધાનપુર પોલીસ મથકે ગુનો દાખલ
ધાનપુર તાલુકાના ચારી ગામેથી પોલીસે રૂ. 55,700નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ધાનપુર PSIને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચારી ગામે મોટર સાઇકલ પર બે ઈસમો વિદેશી દારૂ લઈ જવાના છે તેવી પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે આરોપી વિપુલ ડામોરને ઝડપી પાડ્યો અજાણ્યો આરોપીને ફરાર ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી હતી મોટર સાઇકલ પર લગડું બનાવી દારૂની હેરાફેરી થતા હોવાની પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન પોલીસે બાતમી વાળી મોટર સાઇકલ સાથે એક ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટીન બિયર થતા ક્વાર્ટર બોટલ 200 મળી સહિત મોટર સાઇકલ સાથે કુલ કિંમત રૂપિયા 55,700ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને એક ફરાર ઈસમ સામે ધાનપુર પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.