ધાનપુરમાં જેઠના ત્રાસથી વાજ આવેલી પરિણીત મહિલાની મદદે આવેલી ૧૮૧ અભયમ ટીમે સુખદ સમાધાન કરાવ્યું..
અભયમની ટીમે મહિલાના જેટલું કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યું..
ધાનપુર તા.૧૩
ધાનપુર તાલુકાની પરણીતાનો પતિ બહારગામ મજુરી અર્થે ગયેલો હોવાથી તે દરમિયાન તેનો જેઠ દારૂના નશામાં ચકનાચુર થઈ પનીતાને ત્રાસ આપતો હોવાથી આખરે જેઠના ત્રાસથી વાંચ આવેલી પ્રિન્ટના 181 અભયમને કોલ કરી મદદ માંગતા 181 અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરણીતાના જેઠનું કાઉન્સિલિંગ કરી સુખદ સમાધાન કરાવ્યો હોવાનું જાણવા મળેલ છે..
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નજીકના ગામની એક પીડિત મહિલાએ 181 પર ફોન કરીને જણાવેલ કે જેઠ દ્વારા દારૂ પીને વારંવાર હેરાનગતિ હોય તેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ લીમખેડા કાઉન્સેલર હસુમતી પરમાર તેમજ ટીમ સાથે પીડિત મહિલાએ જણાવેલ સ્થળ પર પહોંચી વાતચીત કરી કાઉન્સિલિંગ દરમિયાન જણાવેલ કે પીડિત મહિલાના પતિ બહારગામ મજૂરી અર્થે ગયેલા હોય અને તેઓ પોતાના નાના બાળકો સાથે ઘરમાં સાસુ સસરા જોડે રહે છે જેમાં જેઠ દ્વારા દારૂ પીને વારંવાર પીડિત મહિલાને તેમજ તેમના સાસુ સસરાને પણ શારીરિક માનસિક હેરાનગતિ હોય તેમ સાભળતાં 181 ટીમ દ્વારા જેઠને ઘરેલુ હિંસા એક્ટ વિશે કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમજ સમજાવેલ કે તમારા નાનાભાઈ મજૂરી અર્થે ગયેલા છે. તો તમે એક જેઠ છો તો મોટાભાઈ તરીકે પરિવારની જવાબદારી પણ તમારી હોય છે અને તમે એક મહિલાને આવી રીતે ત્રાસ આપો એ ગુનો બને છે તેમ જણાવતાં જેઠ દ્વારા બાહેદરી આપેલ કે આજપછી દારૂ પીને હેરાનગતિ નહિ કરું અને પરિવાર સાથે શાંતિથી રહીશ તેથી પીડિત મહિલા જેઠ સાથે સમાધાન કરવા માગતા હોય જેથી સુખદ સમાધાન કરાવેલ છે..