
રાહુલ રાહુલ ગારી ગરબાડા
ગરબાડાના ચંદલામાં રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય વચ્ચે બાળકો કાદવનું તળાવ ખુદી શાળાએ જવા મજબૂર …
સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો છતાં નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી
ગરબાડા તાલુકાના ચંદલા ગામે પાકા રસ્તાના અભાવે ચોમાસામાં કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાતા વાહન ચાલકો, રાહદારીઓ પરેશાન છે. ખાસ કરીને શાળાએ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ચંદલા ગામે ગામ તળ મુખ્ય રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં નજીકમાં આવેલી પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે વાહન ચાલકો, રાહહાદારીઓને આ કાદવ, કીચડવાળા રસ્તા ઉપરથી પસાર થવું પડે છે
*રોગચાળો ફાટવાની પણ દહેશત*
સ્થાનીક લોકો દ્વારા આ જાહેર માર્ગને નવો બનાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે. સ્થાનીક તંત્ર તેમજ ઉચ્ચસ્તરે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેને લઈ સ્થાનીક લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રસ્તા ઉપર કાદવ, કીચડના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોમાં વ્યક્ત થઈ છે. સત્વરે નવો રસ્તો બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠી છે.