રાહુલ ગારી – ગરબાડા
ગરબાડા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બીલિયા-ખજુરિયા માર્ગ પર મસમોટો ભુવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો.
તંત્ર દ્વારા બીલિયા અને ખજુરિયા માર્ગમાં પડેલા ભુવાનું રીપેરીંગ કામ કરીને ફરીથી વાહન વ્યવહાર ચાલુ કરાયો …
ગરબાડા તા.૧૧
દાહોદ જિલ્લામાં ગઈકાલ રાતથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે.તેમાંય ગરબાડા પંથકમાં મધરાતથી વરસી રહેલા વરસાદે કેટલી જગ્યાએ નુકસાન પહોંચાડ્યું છે.પંથકમાં જુદી જુદી જગ્યાએ,ડાયવર્ઝન રોડ,તેમજ એપ્રોચ રોડ નાળાનું ધોવાણ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ત્યારે બીજી તરફ આ તસવીરો સામે આવી રહી છે.જે બોલિયા થી ખજૂરીયા તરફ જતા માર્ગ ઉપર વરસાદી માહોલમાં મસમોટો ભુવો પડી જવા પામ્યો છે.જેના પગલે આ વિસ્તારના લોકો માટે વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો માર્ગ પર મસમાતો ભુવો પડતા એક તરફ કુતુહુંલ સર્જાયો છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભુવાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું અને ફરીથી વાહન વ્યવહાર ચાલુ થયો હતો.