ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા તેમજ પાણીયા ગામે રહેણાંક મકાનમાં પોલીસના દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેરોને ઝડપ્યા..
પોલિસે બંન્ને મકાનોમાંથી ૨૩૨ બોટલ મળી ૪૧,૪૯૪ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો..
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં બે જુદી-જુદી જગ્યાએ રહેણાંક મકાનોમાં વિદેશી દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા બંને સ્થળો પર સ્થાનિક પોલીસે દરોડો પાડી 41,000 ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે રહેણાંક મકાનોમાં દારૂનો વેપલો કરનાર બુટલેગરોને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામના દિવાનભાઈ વીરસીંગભાઇ ડામોર તેમના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ ચાકલીયા પોલીસને થતા બાતમીના આધારે ચાકલિયા પોલિસે રહેણાંક મકાનમાં દરોડો પાડી જુદા જુદા માર્કાની 78 બોટલ મળી કુલ ૯,૨૦૯ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે દિવાનભાઈ વીરસીંગભાઇ ડામોર ની અટકાયત પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.
પ્રોહિનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના પાણીયા ગામના નિશાળ ફળિયામાં બનવા પામ્યો છે. જેમાં અરવિંદભાઈ હકલાભાઇ ડામોર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ લીમડી પોલીસને થતા લીમડી પોલીસે બાતમીના આધારે અરવિંદ હકલાભાઇ ડામોરના મકાનમાં દરોડો પાડી મકાનમાં સંતાડેલો વિદેશી દારૂનો જુદા જુદા મારકાની 232 બોટલ મળી કુલ ૩૧,૪૯૪ રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે અરવિંદભાઈ હકલાભાઇ ડામોરની અટકાયત કરી તેની વિરુધ પ્રોહીબિશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.