
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
આમ આદમી પાર્ટી દ્વારા કણબી ફળિયામાં ચોમાસાના પાણીના નિકાલ માટે TDO અને મામલતદારને આવેદન.
વહીવટી તંત્રને અગાઉ પણ સ્થાનિકો દ્વારા ત્રણ વાર આવેદન છતાં પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી?
સંજેલી તા.૧૦
સંજેલી તાલુકાના સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા કણબી ફળિયામાં નવીન રસ્તા બનાવવામાં આવેલ તે દરમિયાન રસ્તાની સાઈડની બાજુમાં પાણી જવાની જગ્યા પર કોઈ માથાભારે ઈસમ દ્વારા કોન્ટ્રાક્ટરને ધમકી આપી નવીન રસ્તાનું કામ દરમિયાન આર.સી.સીનો માલ નખાવી પાણી જવાની જગ્યા પુરાણ કરી દેતા વરસાદી પાણીનો નિકાલ ન થતા ઘર આગળ પાણી ભરાઈ જતા મચ્છરનો ઉદ્ભવ તેમજ ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે જો પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહયો છે.સંજેલી તાલુકાના કણબી ફળિયા વિસ્તારમાં રસ્તાની કામગીરી શરૂ થતા જ ભાવનગરી હોટલ પાસેની રસ્તાની બંને બાજુ બંધ કરી દેતા આ વિસ્તારના લોકોના ઘર આંગણે જ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવા માંટે આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું.જો પાણીનો નિકાલ નહીં થાય તો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે..