Thursday, 18/04/2024
Dark Mode

દાહોદમાં કોરોના મહામારીના કપરાકાળમાં સેવાયજ્ઞોની સાવરણી થકી 1500 જેટલાં નિઃશુલ્ક ટિફિન વિતરણ કરી જઠરાઅગ્નિ ઠારતું શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘ…

દાહોદમાં કોરોના મહામારીના કપરાકાળમાં સેવાયજ્ઞોની સાવરણી થકી 1500 જેટલાં નિઃશુલ્ક ટિફિન વિતરણ કરી જઠરાઅગ્નિ ઠારતું શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘ…

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદમાં કોરોના મહામારીના કપરાકાળમાં સેવાયજ્ઞોની સાવરણી થકી 1500 જેટલાં નિઃશુલ્ક ટિફિન વિતરણ કરી જઠરાઅગ્નિ ઠારતું શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘ… 
  • કોરોનાના દર્દીઓ તેમના સ્વજનો તથા આઇસોલેશન તેમજ હોમકોરોનટાઇન થયેલા લોકો સુધી નિઃશુલ્ક ટિફિન સેવા આપવાનું ભગીરથી કાર્ય કરતા શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘના સ્વયંસેવકો 

દાહોદ તા.૨૭

દાહોદ શહેરમાં શ્રી શ્વેતાંબર જૈન શ્રી સંઘ દ્વારા કોવિડ દર્દીઓના પરિવારજનોને ફ્રીમાં જમવાની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.આ નિરંતર સેવામાં સંઘના તમામ કર્મચારીઓ નિઃસ્વાર્થ ભાવે દિવસ રાત કામ કરી રહ્યાં છે.સરકારી દવાખાનાથી લઈ આઈસોલેશનમાં રહેતા કોરોના દર્દીઓને ઘરે ઘરે જઈ નિઃશુલ્ક ટીફીન સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. જાણવા મળ્યા અનુસાર, દરરોજ અસંખ્ય લોકોને આ ટીફીનની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.

ગત વર્ષ કરતાં આ વર્ષે કોરોનાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. ઘરે ઘરે કોરોનાના દર્દીઓનો રાફડો ફાટી રહ્યો છે.તેની સાથે સાથે હોસ્પિટલોમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આવા સમયે સરકારી દવાખાનાથી લઈ ખાનગી હોસ્પિટલ તેમજ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં કોરોના દર્દીઓની પડખે આ વખતે દાહોદ શહેરના શ્રી સ્વેતામ્બર જૈન શ્રી સંઘ આવ્યું છે. હોસ્પિટલ સુધી તેમજ ઘર સુધી સવારે તેમજ સાંજે મળી કુલ 1500 જેટલાં ભોજનના ટીફીનની સુવિધા આ સંઘ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. દાહોદના દર્દીઓની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતાં દર્દીઓને પણ આ ટીફીન સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ કામગીરીમાં સંઘના તમામ કર્મચારીઓ એકજુથ થયાં છે. સવાર થી સાંજ સુધી નિરંતર આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ભોજનમાં સવારે બે જાતનું શાક, દાળ, ભાત, રોટલી એક સ્વીટનો સમાવેશ થાય છે જ્યારે સાંજે ખીચડી, કઢી, પરાઠા, ઘી, અથાણું, એક શાકની વાનગીનો સમાવેશ થાય છે. જાણવા મળ્યા અનુસાર, ૧૫

થી વધારે ખાનગી હોસ્પિટલો અને સરકારી દવાખાનામાં કોરોના દર્દીઓને આ સુવિધા આપવામાં આવી રહી છે.આ ઉપરાંત ઘરમાં આઈસોલેશનમાં રહેતાં દર્દીઓને પણ સુવિધા પુરી પડાઈ રહી છે વધુમાં જાણવા મળ્યા અનુસાર, એક ડીસ પાછળ અંદાજે ૯૦ રૂપીયાનો ખર્ચાે થાય છે. હાલ તો આ કામ માટે સમાજના એક અગ્રણી દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાની સ્મૃતિમાં તારીખ ૨૦મી એપ્રિલના રોજથી તારીખ ૩૦મી એપ્રિલના રોજ તમામ ખર્ચાે સ્વંય ઉઠાવશે અને ત્યાર બાદ લોકો દ્વારા આપવામાં આવતું દાન અને વિગેરેના મારફતે સૌના સાથ અને સહકારથી આ કાર્ય નિરંતર ચાલુ રહેનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

——————————

error: Content is protected !!