Friday, 06/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનમાં આવેલા ASI કોરોના સંક્રમિત થતાં મોતને ભેટ્યા: પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ…        

સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનમાં આવેલા ASI કોરોના સંક્રમિત થતાં મોતને ભેટ્યા: પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ…        
કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન  કરવા આવેલા પોલીસ એ.એસ.આઇ કોરોના સંક્રમિત થતાં મોતને ભેટ્યા

સીંગવડ તા.27

  સીંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં લીમખેડા ડીવાયએસપી ઓફિસ મા ડેપ્યુટેશ માં કામ કરતાં એ.એસ.આઇ વિક્રમસિંહ બળવંતસિંહ બારીયા રણધીકપુર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકશન માટે આવ્યા હતા ત્યાં તેમને ઇન્સ્પેકશન કરીને નીકળ્યા પછી રસ્તામાં જતાં ઓચિંતા ચક્કર જેવું લાગતા ત્યાંથી પાછા ફરીને પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવતા તેમનું ઓક્સિજન લેવલ નીચે જતા તેમને તાત્કાલિક સીંગવડ સીએચસી ખાતે તપાસ કરતા હતા. તેમાં તેમનો કોરોના રિપોર્ટ પણ કરાવ્યો હતો એ પોઝિટીવ આવ્યો હતો ત્યાર પછી સીએસસી દવાખાનામાં તપાસ કરતાં તેમનું મૃત્યુ થયું હતું.જ્યારે આવા સમાચાર રંધીપુર પોલીસ સ્ટેશનમાં સાંભળતા પોલીસ બેડામાં એક શોકની લાગણી છવાઈ ગઈ હતી.ત્યાર પછી તેમના ઘરના લોકોને જાણ કરાતા તેમના પત્ની અને તેમના પરિવારના  લોકો આવી પહોંચ્યા હતા.જ્યારે તેમની પત્નીને પણ કોરોનાનો રિપોર્ટ કરતા તેવી પણ પોઝિટિવ આવ્યા હતા.જ્યારે લીમખેડા ડીવાયએસપી કાનન દેસાઈ પણ સિંગવડ આવી પહોંચ્યા હતા જ્યારે મૃત્યુ પામેલા એ.એસ.આઇ વિક્રમસિંહ તેમના વતન લઈ જવા માટે એમ્બ્યુલન્સના સિંગવડ સી.એચ.સી માં નહીં હોવાથી તે બારીયા દવાખાનામાંથી મંગાવવામાં આવી હતી. જેના લીધે તેમને ડેડ બોડી લઈ જવામાં લેટ થવા પામ્યા હતા. જો આ જગ્યા સીંગવડ સીએચસીમાં  એમ્બ્યુલન્સ હોત તો આ મૃત્યુ પામેલા પોલીસ વિક્રમસિંહ ની ડેડબોડીને ફટાફટ લઇ જવાતો અને તેની અંતિમ ક્રિયા ઉતાવળથી થઈ શકતી પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા સીંગવડ ના સી.એચ.સી  માં નવી એમ્બ્યુલન્સ ફાળવવામાં કેમ નથી આવતી તે એક ચર્ચાનો વિષય બનવા પામી છે

error: Content is protected !!