
બાબુ સોલંકી :- સુખસર
એસ.જી.જી.યુ સંસ્કૃત વિભાગ ગુંજનબેન પંડિતને સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.10
પરમપૂજ્ય વિશ્વવંદનીય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોર.રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાણસોરિયા,સાંસદ રતનસિંહ રાઠોડ.ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે રાઉલજી.ધારાસભ્ય નિમિષાબેન સુથાર,પંચમહાલના કલેક્ટર,જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડૉ.પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડૉ.અનિલ સોલંકી, આસિ. રજીસ્ટાર ડૉ.પાર્થ સોની તેમજ તમામ ઇ.સી અને એ.સી મેમ્બર્સના વરદ્ હસ્તે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગની વિદ્યાર્થિની ગુંજનબેન પંડિતને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણે રાજીપો વ્યક્ત કરી ગુંજનબેન પંડિતને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.તેમજ કા.નિયામક ડૉ.રાજેશ વ્યાસ અને સમસ્ત અનુસ્નાતક વિભાગ તેમજ ડૉ.અજયભાઈ સોની, ડૉ.સ્નેહા વ્યાસે અને ડો.નરેશ વણજારાએ અભિનંદન પાઠવ્યા હતાં.