નવિન સિકલીગર:- પીપલોદ
પીપલોદ ગામમાં આવેલા જૂના નેશનલ હાઇવે રોડમાં મસમોટા ખાડા પડતા અક્સ્માતની સેવાતી ભિતી..!!
—————————————-
પીપલોદ ગામના રહીશો રોડના મોટા મોટા ખાડા થી બાર મહિના થી હેરાન પરેશાન થઈ ગયા વરસાદ ન હતો તે પહેલા ધુળો થી ત્રાસ અને હવે વરસાદ ના પાણી ભરેલા મોટા મોટા ખાડા થી પ્રજા એ પારાવાર સામનો કરવો પડે છે
પીપલોદ બજાર વિસ્તારમાંથી નેશનલ હાઈવે રોડ બાયપાસ બની ગયા પછી નવીન રોડ નું માત્ર એક જ વાર બનાવવા માં આવેલ છે ત્યારબાદ તેનો કોઈ પણ પ્રકારનો સમારકામ અથવા તો રોડ ની સારવાર માટે લાગતા નેશનલ હાઈવે ના અધિકારી અથવા તો જિલ્લા પંચાયત આર,એન્ડ બી વિભાગ ના કોઈ પણ કર્મચારી એ આદિન સુધી રોડની મરામત ની હજી સુધી સસ્દી લીધેલ નથી શું સાત વર્ષ માં કોઈપણ કામગીરી કરવામાં આવતી નહીં હોય શું સરકાર સાત વર્ષ દરમિયાન રોડની કામગીરી કરવા માટે કોઈ ગ્રાન્ટ આપતી નહીં હોય કે કામ નહીં કરવા ની એવો કોઈ પરિપત્ર જાહેર કર્યો છે તો શું પિપલોદ ગામની પ્રજાને હેરાન કરવાનો લક્ષ્ય છે કે શું પીપલોદ ગામની પ્રજા રજૂઆત કરે તો કોને કરે એવી સ્થિતિ માં પીપલોદ ગામ માં થી પસાર થતો નેશનલ હાઇવે રોડના મસ્ત મોટા મોટા મો ફાડતા ખાડા ઓ નો ભોગ આજુબાજુ વિસ્તાર માં થી આવતા મોટરસાયકલ ને લઈને જતા લોકો અચાનક ખાડો આવી જતા મોટરસાયકલ સ્લીપ થાય અથવા તો અચાનક બ્રેક મારતા પાછળ બેઠેલા લોકો બાઇક પર થી પડી જાય એવી નાની મોટી ઘટના ઓ વારંવાર બનતી હોય છે અને બિચારા વાહનચાલકો ગાડીનું નુકસાન અથવા તો નાની મોટી ઈજા પહોંચતી હોય તેવી સ્થિતિ ને પણ સહન કરી જતા હોય છે આવી સ્થિતિ થી આજુબાજુ ગામડાઓ માં થી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થી ઓને પણ આવા ખાડાઓ નો ભોગ બનતા હોય છે જો ખાડાની આસપાસથી પસાર થતા વિદ્યાર્થીઓ જો કોઈ ફોરવીલર અથવા તો મોટા ઓવરલોડ વાહન ફુલફાસ માં જાય તો વિદ્યાર્થી ઓના યુનિફોર્મ પણ ખાડામાં પડેલા ગંદા પાણીથી બગડી જાય તેવા બનાવો પણ બનવા પામ્યા છે જેથી કરી પીપલોદ માં જુના નેશનલ હાઈવે નું સમારકામ તાત્કાલિક ધોરણે થાય તેવી પિપલોદ અને આજુબાજુના લોકોની માંગ ઉઠી છે.