વસાવે રાજેશ દાહોદ
દાહોદના કાળીતલાઈ ગામે જંગળની જમીનમાં ખેડાણ કરી ખેતી કરતા ગ્રામલોકોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું..
દાહોદ તા. 8
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના કાળીતલાઈ ગામના જંગલની જમીનમાં અન્ય ગામના લોકોએ ખેડાણ કરી ખેતી કરી લેતા કાળી ગામના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને તારીખ સાત-સાત 2023 ના રોજ કાળી તળાઈ ગામના લોકોએ ભેગા થઈ દાહોદની ગડી ફોર્ટ ખાતે આવેલી પ્રાંત કચેરીમાં અધિકારીને આવેદન આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે જંગલની જમીનમાં કેટલાક લોકોએ ખેતી કરી લીધી છે અને તે જમીન ફરીથી જંગલમાં ફેરવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ જંગલની જમીનમાં એક ઈસમ દ્વારા પાકુ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તો તે બાંધકામ તોડી દૂર કરવામાં આવે અને જંગલની જમીન ખુલ્લી કરવામાં આવે જેથી તે વિસ્તારના ખેડૂતો પોતાના પશુઓને ઘાસ ચરાવવા માટે લઈ જઈ શકે ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે દાહોદની પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદન આપી ગામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી.