Sunday, 08/09/2024
Dark Mode

પીપલોદ કમલ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

July 8, 2023
        459
પીપલોદ કમલ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

પીપલોદ કમલ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો

—————————————-

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત ગુરુ વંદના કાર્યક્રમ દેવગઢબારિયા તાલુકાની યજમાની માં પીપલોદ મુકામે ક.મ.લ.હાઇસ્કૂલના પટાંગણમાં દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેશભાઈ મેડા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો.

ગુરુવંદના કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત કબીર મંદિર સાલીયાનાં મહંતશ્રી 108 ઋષિકેશદાસજી સાહેબ,શાળા મંડલના સભ્યો ભીમજીભાઇ ભરવાડ અમિતભાઈ નાથાણી સુભાષભાઈ શાહ ભાસ્કરભાઈ તલાટી નવીનભાઈ સીકલીગર તથા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ ના બૌદ્ધિક અધિકારી શ્રી રણવીરસિંહ બારીઆ,જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ શ્રી દેશિંગભાઈ તડવી,સંગઠન મંત્રી – શ્રી દિપકભાઈ અમલિયાર,જનજાતિ કલ્યાણ આશ્રમ દાહોદના મંત્રી શ્રી મેહુલભાઈ ચૌધરી,દેવગઢ બારિયા તાલુકાના અધ્યક્ષ શ્રી કિશનસિંહ ક.મ.લ.હાઇસ્કૂલના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌહાણ,મહેશભાઈ પટેલ, ઉમેદભાઈ પટેલ,છત્રસિંહભાઈ પટેલ,શાળાનાં બાળકો સહિત હાઇસ્કૂલ નો તમામ શિક્ષક ગણ હાજરરી માં સૌ મળી દિપ પ્રાગટ્ય કર્યું હતું ત્યારબાદ ભારત માતા ની પુષ્પ થીકંકુતતીલક કરી પૂજન કરી કાર્યક્રમની આગળ વધાર્યો હતો મુખ્ય વક્તા રણવીર સિંહ પટેલે સંગી ભાષામાં બાળકો અને શિક્ષકોને ગુરુ વિશેની અને ગુરુવીશે મહિમાની ખુબ સરસ રીતે વાત કરી હતી ત્યારબાદ ઋષિકેશ સાહેબ પણ ગુરુ જ્ઞાનના ગુટ સૌ લોકોને પાયા હતા આ કાર્યક્રમમાં સદગુરુ કબીર સાહેબની જયકારો થી હાઈસ્કૂલનું પટાંગણજી ઉઠ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!