
રાહુલ ગારી ગરબાડા
બોરિયાલાં ખાતે પશુ ભરેલી પિકપ ગાડી પલ્ટી ખાઈ જતાં અકસ્માત ત્રણ મુંગા પશુ સહિત ચાલકનો આબાદ બચાવ
ગરબાડા તા. 2
બોરીયાલાં ગામ ખાતે રાણાપુરથી પાંચવાડા હાઇવે પર પશુ ભરેલી ફોર વ્હીલ પીકઅપ ગાડી જેનો નંબર GJ 20 X 1287 પલ્ટી ખાઈ જતાં જતાં ચાલક સહિત પીકઅપ ફોર વ્હીલ ગાડીમાં સવાર ત્રણ પશુઓનું આબાદ બચાવ થવા પામ્યો છે અકસ્માત થતા પીકઅપ ચાલક પીકઅપ ગાડી મૂકી ફરાર થયોં હતો ગરબાડા તાલુકાના બોરીયાલા ખાતે રાણાપુરથી પાંચવાડા હાઈવે પર બે ગાયો અને એક બળદ ભરી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પીકઅપ ફોર વ્હીલ ગાડી ગરબાડા તરફ જઈ રહી હતી તે દરમિયાન પીકઅપ ગાડીના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા પીકઅપ ગાડી રોડ નજીક ખાડામાં ખાબકતા પીકઅપ ગાડી પલ્ટી મારી હતી પીકઅપ ગાડી પલ્ટી ખાતા પીકઅપ ગાડીમાં ભરેલા બે પશુઓ જંગલ તરફ દોડી ગયા હતા ને એક બળદને ઈજાઓ થતા પીકઅપ ગાડીમાંજ બેઠેલો હતો અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઈજાંગ્રસ્ત બળદને સાવચેતી પૂર્વક ગાડી માંથી બહાર કાઢી જંગલ તરફ દોડી ગયેલા બે પશુઓને પકડવાની કાર્યવાહી હાથ કરી ઈજાગ્રસ્ત બળદની સારવાર હાથ ધરાઈ હતી જાણવા મળ્યાં અનુસાર આં તમામ પશુઓ માલિકીના અને ખેતી કરવા લઈ જતાં હોવાનું જાણવા મળેલ છે ત્યારે આં અકસ્માતમાં કોઈ જાન હાનિ ન થતા લોકોએ હાસકરો લીધો હતો