Sunday, 08/09/2024
Dark Mode

સાબરકાંઠાના સિવિલ એન્જિનિયરે તેના મિત્રની મદદથી લીમખેડાની 20 વર્ષીય પરણીતા જોડે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું 

June 25, 2023
        871
સાબરકાંઠાના સિવિલ એન્જિનિયરે તેના મિત્રની મદદથી લીમખેડાની 20 વર્ષીય પરણીતા જોડે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું 

સાબરકાંઠાના સિવિલ એન્જિનિયરે તેના મિત્રની મદદથી લીમખેડાની 20 વર્ષીય પરણીતા જોડે લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું 

યુવતીને લગ્ન કરવાની લાલચે મિત્રની મદદથી અપહરણ કરી અમદાવાદ મુકામે લઈ જઈ હવસ સંતોષી..

દાહોદ તા.૨૪

સાબરકાંઠા જિલ્લાના સગાપુર ગામના ખાનગી નોકરી કરતા સીવીલ એન્જીનીયરે લીમખેડાના વડેલા ગામની ૨૦ વર્ષીય પરણિત યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેના એક સાગરીતની મદદથી પત્ની તરીકે રાખવા માટે ધાકધમકી આપી તેનું અપહરણ કરી અમદાવાદ લઈ જઈ તેણીની સાથે અવાર નવાર જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યંુ છે.

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના સગાપુર ગામના રહેવાસી સંજયભાઈ ગાંડાભાઈ ચમાર(પટેલ)એ તા. ૧-૧-૨૦૨૩ થી તા. ૨૧-૬-૨૦૨૩ સુધીના સમયગાળા દરમ્યાન લીમખેડાના વડેલા ગામના તળાવ ફળિયામાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સંજયભાઈ ચમારે તેના સંજય નામના મિત્રની મદદથી તે યુવતીનું પત્ની તરીકે રાખવા માટે ધાકધમકીઓ આપી અપહરણ કરી અમદાવાદ લઈ ગયો હતો અને અમદાવાદમાં તેણીની સાથે અવાર નવાર જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલિસે સાંબરકાઠા જિલ્લાના સગાપુર ગામના સંજયભાઈ ગાંડાભાઈ ચમાર(પટેલ) તથા તેના મિત્ર સંજય વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૬૬, ૩૭૬(૨), એન. ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!