
*ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિન કાર્યક્રમ યોજાયો.*
( પ્રતિનિધિ )સુખસર,તા.24
સરસ્વા પૂર્વ પ્રાથમિક શાળા ખાતે શાળાનો 68 મા સ્થાપના દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.જેના ભાગ રૂપે શાળા પરિવાર તેમજ બાળકોએ શાળા સ્થાપના દિન નિમિત્તે ગામનાં આગેવાનોએ કેક કાપીને સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી.68 મા સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે શાળાના વિદ્યાર્થિઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તેમજ શાળાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શાળામાં પધારેલા ગામનાં આગેવાનો, મહાનુભાવોને શાળા પરિવાર તરફ થી શાલ ઓઢાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.