
*ફતેપુરા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદારોની થયેલ બદલી થતાં વિદાય સમારંભ યોજાયો…
( પ્રતિનિધિ ) સુખસર,તા.8
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની કલેક્ટર દ્વારા બદલી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.ફતેપુરા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર પુરવઠા તરીકેની ફરજ બજાવતા ચૌધરીની ઝાલોદ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર ઈ ધરામાં મુકવામાં આવેલ આવ્યા છે.જ્યારે નાયબ મામલતદાર સર્કલ સુખસર ફરજ બજાવતા સોની ને સંજેલી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે મૂકવામાં આવેલ છે. તેમજ નાયબ મામલતદાર મહેસુલ તરીકેની ફરજ બજાવતા રાઠોડને ગરબાડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે મૂકવામાં આવેલ છે. ફતેપુરા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદાર ને મામલતદાર આર.પી.ડીંડોર દ્વારા શ્રીફળ આપી શાલ ઓઢાડીને તેમજ સ્ટાફ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવેલી હતી.