દાહોદ જિલ્લામાં 34 મહેસુલી ક્લાર્કની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ

દાહોદ જિલ્લામાં 34 મહેસુલી ક્લાર્કની નાયબ મામલતદાર તરીકે હંગામી બઢતી

દાહોદ કલેક્ટર દ્વારા બઢતીના આદેશ સાથે જ બદલી પણ કરાઇ

દાહોદ તા.૦૭

દાહોદની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા ક્લાર્ક સંવર્ગના 34 કર્મચારીઓને ના. મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી આપી છે. આ સાથે તમામની બદલી પણ કરી દેવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં મહેસુલ વિભાગના ઠરાવ મુજબ હંગામી જગ્યાઓ ઉપર ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની સત્તા કલેક્ટરને આપી છે.

તે અન્વયે 26 મેએ જિલ્લા પસંદગી સમિતિની બેઠકમાં ક્લાર્ક સંવર્ગના કર્મીઓને હંગામી જગ્યાઓ ઉપર હંગામી ધોરણે બઢતી આપવાનું ઠરાવ્યું હતું. મહેસુલ વિભાગના ઠરાવ મુજબ 31 મેથી ચોમાસુ 2023 માટે હંગામી મહેકમ મંજુર કરાયું હોવાથી દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા ક્લાર્ક સંવર્ગમાં ફરજ બજાવતા ફરજ બજાવતા 34 કર્મચારીઓને ક્લાર્ક સંવર્ગમાંથી નાયબ મામલતદાર સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવાનો હુકમ કલેક્ટર દ્વારા કરાયો હતો. આ સાથે જાહેર હિત અને વહિવટી કારણોસર તેમની તાત્કાલિક અસરથી બદલીઓ પણ કરવામાં આવી હતી.

*બઢતી બાદ 24ને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો..*

દાહોદ જિલ્લામાં ક્લાર્ક સંવર્ગના 34 કર્મચારીઓને હંગામી ધોરણે નાયબ મામલતદાર તરીકે બઢતી આપીને તેમની બદલીઓ કરવામાં આવી હતી. જોકે, આ 34 પૈકીના 24 એવા નાયબ મામલતદારો છે કે જેમને પોતાના પદ ઉપરાંત વધારાના હવાલા પણ આપવામાં આવ્યા છે.

Share This Article