
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના માતવામાં પરણિતાનાં આપઘાત પ્રકરણમાં સાસરીયા સામે ગુનો
મૃતક ના પિતાની ફરિયાદના આધારે જેસાવાડા પોલીસની કાર્યવાહી
ગરબાડા તા.૨
ગરબાડા તાલુકાના માતવા ગામે પાંચ દિવસ પહેલા એક પરણીતાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાના પ્રકરણમાં તેના પતિ સાસુ અને સસરા સામે ગુનો દાખલ થયો છે ગરબાડા તાલુકાના માંતવા ગામની સુનિતાબેન ભુરીયા ના લગ્ન માતવા ગામના મુકેશભાઈ મોહનિયા સાથે વર્ષ 2020 માં થયા હતા ત્રણેક માર્ચ સારું રાખ્યા બાદ મુકેશ તને રાખવાની નથી કઈ ત્રાસ આપતા હતા ત્યારબાદ રિસાઈને ઘરે આવેલી સુનીતાને ઘણી વખત પાછી મોકલી દેવામાં આવતી હતી સુનિતાએ તેના પિતા મલસિગભાઈને ફોન ઉપર જણાવ્યું હતું કે પતિ રોજ દારૂ પીને આવે છે
અને હેરાન કરે છે દારૂ પીવાનું ના કહે તો ઝઘડો કરે છે સાસુ જેતાબેન અને સસરા મનુભાઈ આ મામલે ફરિયાદ કરતા તેઓ કંઈ કરતા ન હતા અને સુનિતા અને મેણાં મારીને ધમકાવતા હતા. આ ત્રાસતે ત્રાહિમામ પોકારેલી સુનિતાએ 17મી ના રોજ માપવામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ મામલે અંતે તેના પિતા મલસિંગભાઈ ભુરીયા એ ફરિયાદી નોંધાવી હતી પોલીસે ત્રણેય સામે આપઘાતના દોષ પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે