દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી દીપડાઓના હુમલાઓનો સિલસિલો યથાવત..
લીમખેડા બાદ ગરબાડા તાલુકાના છરછોડા ગામે વન્યપ્રાણી દીપડાના હુમલામાં વૃદ્ધ મહિલાનું મોત…
વન્યપ્રાણી દીપડાએ ગળાના ભાગે બચકા ભરતા વૃદ્ધ મહિલા નું ઘટના સ્થળે મોત.
વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી ફૂડ પ્રિન્ટ સહિતના પુરાવાઓ એકત્રિત કરી કાર્યવાહી હાથ ધરી
દાહોદ તા.૩૧
ગરબાડા તાલુકાના છરછોડા ગામે વન્ય પ્રાણી દીપડાએ ઍક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધા નું મોત નીપજતા આસપાસના વિસ્તારમાં ભાઈની સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે તાજેતરમાં વન્ય પ્રાણી દિપડાના હુમલાઓ વધતા પંથકમાં ભયનો સંચાર થયો છે. ત્યારે દીપડાના હુમલા બાદ તે વિસ્તારોમાં વન વિભાગ દ્વારા ગ્રામજનોને જરૂરી સુચના તેમજ તકેદારીના પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા રેન્જમાં ગત અઠવાડિયામાં ફુલપરી તેમજ પાડા ગામે વન્ય પ્રાણી દીપડાએ માનવ વસાહતમાં હુમલો કરતા બે બાળકીઓ, તેમજ એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જ્યારે એક પુરૂષનું મોત નિપજ્યાના બનાવની સહી સુકાઈ નથી ત્યારે આજરોજ ગરબાડા તાલુકાના છરછોડા ગામે વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા એક વૃદ્ધ મહિલાનું મોત નીપજયું હતુ. આ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન્યપ્રાણી દીપડાના ફૂટ પ્રિન્ટ સહિતના પુરાવા એકત્ર કરી તપાસ કરી છે. અત્રે ઉલ્લેખની છે કે હાલ આકરો ઉનાળુ ચાલી રહ્યું છે. જંગલ વિસ્તાર સહિતનાં જલ સ્ત્રોત્ર સુકાવા પામ્યા છે. જેના પગલે વન્ય પ્રાણી દીપડો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત તરફ આવી રહ્યા હોવાનું અનુમાન છે. જોકે હાલ વન વિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા બંને પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી . આ વસ્તી ગણતરીનો તાજેતરનો આંકડો સત્તાવાર રીતે બહાર આવ્યો નથી પરંતુ વન્ય પ્રાણી દીપડા સહિતની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સ્થાનિકો દ્વારા કહેવાય રહ્યું છે.ત્યારે આ મામલે વન વિભાગ દ્વારા ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરે તો માનવ વસાહતમાં ઘૂસી હૂમલા કરવાના બનાવોમાં મહદઅંશે ઘટાડો થશે તેમાં કોઈ બેમત નથી. તયારે હાલ થોડા ગામે પાંજરું મુકી પીપળાને જબ્બે કરવાની માંગ ઉગ્ર બનવા પામી છે તે બાબતે વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.