કલ્પેશ શાહ. પ્રતિનિધિ સિંગવડ સિં
સિંગવડમાં માંહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશનવમી પર્વની ઉજવણી કરાઇ..
સિંગાવડ તા. ૩૦
સિંગવડ (રણધીપુર) માંહેશ્વરી સમાજ દ્વારા ભગવાન મહેશ નવમીની ઉજવણી 29 5 2023 ના રોજ સાંજે ચાર વાગે પીપલોદ રોડ થી શોભાયાત્રા નીકળવામાં આવી શોભાયાત્રા ડીજે સાથે કાઢવામાં આવી જ્યારે શોભાયાત્રામાં માંહેશ્વરી સમાજ ના બધા જ પુરુષો અને મહિલાઓ જોડાયા હતા જ્યારે આ શોભાયાત્રા ચાર વાગે ચાલુ કરીને રાધે કૃષ્ણ મંદિર ખાતે આવી ત્યારે માંહેશ્વરી સમાજના પુરુષો તથા મહિલાઓ અને બાળકો દ્વારા ગરબા રમવામાં આવ્યા ત્યાર પછી ત્યાંથી નીચવાસ બજાર થઈને ભમરેચી માતાના મંદિરે રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યારે આ શોભાયાત્રામાં પુરુષો તથા મહિલાઓ દ્વારા ભગવાન મહેશ ના ભજન પર ખૂબ નાચ્યા હતા હતા ત્યાર પછી ભગવાન મહેશ ની રત્નેશ્વર મહાદેવ ખાતે અભિષેક કરીને આરતી ઉતારવામાં આવ્યા પછી ભોજન પ્રસાદી લઈને શોભાયાત્રા વિસર્જન કરવામાં આવી હતી જ્યારે આ શોભાયાત્રામાં દરમિયાન રણધીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી કાળજી લેવામાં આવી હતી જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી માંહેશ્વરી સમાજની ઉત્પતિ થઈ હતી જ્યારે માંહેશ્વરી સમાજ એ પોતાના કાર્યથી દેશ અને દુનિયામાં ઓળખાણ બનાવી જ્યારે સમાજના દરેક ક્ષેત્રમાં સામાજિક સેવાના માધ્યમથી અમારા પૂર્વજોની સંસ્કૃતિ અને સંસ્કારથી આગળ વધારવાનીજરૂર છે.