નવીન સીકલીગર :- પીપલોદ..
દેવગઢ બારીયાનુ આદર્શ પીપલોદ પોલીસ સ્ટેશન સીસીટીવી કેમેરાથી વંચીત…
પીપલોદ તા.24
પીપલોદ પોલીસ સ્ટેશનને નવીન બનાવવાના અને કાર્યરત થવાને અંદાજે ત્રણ વર્ષ જેવા થઈ ગયા પછી પણ હજુ સુધી સી.સી.ટીવી કેમેરાથી વંચિત છે જ્યારે નેશનલ હાઇવે પર આવેલું પીપલોદ પોલીસ સ્ટેશનની ખૂબ સારી કામગીરી હોવાથી પીપલોદ પોલીસ સ્ટેશનની રેન્જ આઈ જી અને જિલ્લા પોલીસ વડા દ્વારા મુલાકાત લેતા હોય છે.અને દાહોદ જિલ્લા પોલીસવડાએ બલરામ મિણાએ કાર્યક્રમ દરમ્યાન પીપલોદ પોલીસ સ્ટેશનને આદર્શ પોલીસ સ્ટેશન બનાવવા માટેની પણ વાત જણાવેલ છે. પણ હજુ સુધી ત્રણ વર્ષ જેવો સમય વીત્યો હોવા છતાં સી.સી.ટીવી જેવા અગત્ય ની કામગીરી હજુ પણ બાકી રહી ગઈ છે.જે વહેલી તકે પૂર્ણ થાય તે જનહિતમાં છે. જોકે પીપલોદ બજાર વિસ્તારમાંથી વેપારીઓની બે મહિના પહેલા પીપલોદ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ જી.બી. પરમારે મીટીંગ બોલાવી હતી જેમાં પીપલોદ બજારમાં ઘરફોડ ચોરી અને નાના મોટા બનાવો બનતા હોય છે.જેને લઈને વેપારીઓને પોતાના સ્વખર્ચે લગાવેલ સી.સી.ટીવી કેમેરાને સાર્વજનિક જગ્યા રોડ રસ્તા કવર કરે એવી રીતે લગાવવા માટેની રજૂઆત કરી હતી..