Friday, 29/03/2024
Dark Mode

સંજેલીના ગુરુ ગોવિંદ ચોક ખાતે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને આદિવાસી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

May 19, 2023
        1087
સંજેલીના ગુરુ ગોવિંદ ચોક ખાતે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને આદિવાસી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી

સંજેલીના ગુરુ ગોવિંદ ચોક ખાતે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને આદિવાસી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

સંજેલી તા.19

ભારત ભૂમિના મૂળ નિવાસી એટલે આદિવાસી આદિકાળથી આ ભૂમિ પર વસનારા અને પ્રકૃતિ પૂજક ગણાતા આદિવાસી પરિવારની સ્થાપના દિવસની ૮ વર્ષ પૂર્ણ થતાં સંજેલી ગુરુ ગોવિંદ ચોક ખાતે આદિવાસી પરિવારના સભ્યો ઉપસ્થિત રહીને આદિવાસી સમાજના ગુરુ – ભગવાન મનાતા ગુરુ ગોવિંદ મહરાજને શત શત પ્રણામ કર્યા હતા અને જય ગુરુ માલિક સાથે દિપ પ્રગટાવીને પૂજા અર્ચના કરીને ભીલ પ્રદેશની માંગ આજે ગુંજી રહી છે ત્યારે સાર્થક કરવાની પ્રેરણા લઈને આદિવાંસી પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી પરિવાર દ્વારા પ્રકૃતિ પૂજક હોવાથી પ્રકૃતિના જતન પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમાજ સંગઠિત રહે હળીમળીને રહે એકબીજાની મદદની ભાવના કેળવાય એવી આદિવાસી પરિવારની નેમ છે ત્યારે આદિવાસી પરિવારની ૮ વર્ષ પૂર્ણ થતાં જ આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ભીલ પ્રદેશની માંગ સાથે ગુરુ ગોવિંદ મહારાજ ની પૂજા અર્ચના સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આદિવાસી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!