
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા MGVCL ની વધુ એક બેદરકારી સામે આવી.વીજ ગ્રાહકે બાકી નીકળતા નાણાં ભરપાઈ કર્યાના ૫૫ દિવસ વીત્યા છતાં વીજ પુરવઠો ચાલુ ન કરાતા રોષ…
વીજ ગ્રાહકે પાંચ વખત રૂબરૂ રજૂઆત કરી અને બે વખત ટેલિફોનિક રજૂઆત કરી
ફતેપુરા એમજીવીસીએલ ના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી
ફતેપુરા તા.01
ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે શંકરભાઈ લખજીભાઈ વરજોડનું 4 માર્ચ 2023 ના રોજ વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.જેથી શંકરભાઈ ના પુત્ર રમેશ બરજોડે તારીખ 6 માર્ચ 2023 ના રોજ વીજ બિલના તમામ નીકળતા બાકી નાણા તેમજ રીકનેક્શન ચાર્જ ભરી દીધો હતા અને બાકીના નાણા ભરી દીધા હોવા અંગેની ફતેપુરા એમજીવીસીએલ કચેરીમાં જાણ કરીને વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ વારંવાર રૂબરૂ એમજીવીસીએલ કચેરીને જાણ કરવામાં આવી હોવા છતાં વીજ બીલ ભર્યા ને ૫૫ દિવસ જેટલો સમય થવા કરે છે તેમ છતા આજ દિન સુધી ફતેપુરા એમજીવીસીએલ દ્વારા આ વીજ ગ્રાહકનું વીજ કનેક્શન ફરીથી જોડીને વીજ પુરાવઠો ચાલુ કરવામાં આવતો નથી.
ત્યારે એમજીવીસીએલ દ્વારા ગ્રાહકોના નાણા બાકી હોવાના કારણે વીજ કનેક્શન કાપી નાખવા માટે જે તત્પરતા બતાવવામાં આવે છે તે જ તત્પરતા જ્યારે ગ્રાહકો નાણા ભરી દે છે ત્યારે વીજ કનેક્શન જોડીને વીજ પુરવઠો ચાલુ કરવામાં કેમ બતાવવામાં આવતી નથી?????