હિમાલા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનનારા RCC રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાતા વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી

Editor Dahod Live
1 Min Read

વસાવે રાજેશ દાહોદ 

હિમાલા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનનારા RCC રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાતા વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી

દાહોદ તાલુકાના કેટલાક ગામો કે જે છેવાડાના ગામો ગણવામાં આવે છે અને તેને લઈને જ છેવાડાના માણવી સુધી સરકારની વિકાસ ગાથા પહોંચે અને તેમને સુખાકારીના દરેક લાભો મળે અને એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓ સરળ અને સરસ રીતે બને તે માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના મુખ્યમંત્રી સડક યોજના નાબાર્ડ તેમજ કિસાન પથ જેવી અનેક યોજનાઓ દાહોદ જિલ્લામાં ઉપલબધ છે ત્યારે તેને લઈને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્રારા દાહોદ તાલુકાના હીમાલા ગામને જોડતો પીપળી થી હાડા ફળીયા સુધીનો નવનિર્માણ થનાર નવીન સી.સી રોડનુ તારીખ 23મી એપ્રિલના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેથી ગામ લોકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું

Share This Article