
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે બે બાઇક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો: બે ના મોત એક ઇજાગ્રસ્ત.
ગરબાડા તાલુકાના નવાફળિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે નીમચ રોડ પર સાંજના સમયે બે મોટર સાયકલ પૂરપાટ ઝડપે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા બંને બાઈકો ધડાકાભેર અથડાતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં ઘટનનાની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી મરણ જનારને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.