Monday, 15/12/2025
Dark Mode

દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરી…

April 22, 2023
        2188
દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરી…

વસાવે રાજેશ દાહોદ દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરી...

દાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરી…

પવિત્ર રમજાન માસના રોજા (ઉપવાસ) પૂર્ણ થયાં હતા.જેમાં મુસ્લિમ માન્યતા અનુસાર ચાંદના દીદાર કર્યા બાદજ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. તો દાહોદમાં પણ ગઈકાલે એકમ અને દુજ ભેગી થતા સાંજના સમયે ચાંદના દીદાર થતા મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન ઈદની એટલે કે મીઠી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ મુસ્લિમ સમાજના બિરાદરો ઈદગાહ ખાતે ભેગા થયાં હતા. અને ઈદની નમાઝ અદા કર્યા બાદ એકબીજાથી ગળે મળી ઈદની મુબારક બાદ દીધી હતી. તો સાથે સાથે મીઠાઈઓ મીઠી ખીર સેવાઇયાઓ ખવડાવી ઈદની ઉજવણી કરી હતી. જયારે મોટાભાગના મુસ્લિમદાહોદમાં મુસ્લિમ બિરાદરોએ હર્ષોઉલ્લાસ સાથે રમજાન ઈદની ઉજવણી કરી... બિરાદરોએ કબ્રસ્તાન ખાતે જઈ પોતાના સ્વજનોની કબર પર ચાદર, ફૂલ ચઢાવી તેઓને યાદ કર્યા હતા. અને શ્રદ્ધાંજલિ પાઠવી ઈદ મુબારક કરી હતી. જયારે મોટા વડીલોએ નાના ભૂલકાઓને ભેટ સ્વરૂપે ઈદી પણ આપી હતી. તો કેટલાક મુસ્લિમ બિરાદરોએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં મીઠાઈઓ તેમજ સેવૈયાઓ વેચી નોખી રીતે ઈદ મનાવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!