
રાહુલ ગારી ગરબાડા
જેસાવાડા પોલીસે FACETAGR APPLICATION ની મદદથી ધાડ સહિત કુલ છ ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો.
જેસાવાડા પોલીસ મથકના પીએસઆઈ તેમજ સર્વેલન્સ સ્ક્વોડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક શંકાસ્પદ ઈસમ મળી આવતા જેનું નામ ઠેકાણું પૂછતા ગોળ ગોળ જવાબ આપતો હોવાથી ગુજરાત સરકાર ની FACETAGR APPLICATION માં આ ઇસમનો ફોટો પાડી ચેક કરતા આ ઇસમમો ચહેરો ૯૫ % જેટલો રાકેશભાઈ છગનભાઈ ભાભોર સાથે મેચ થતો હતો આ ઇસમની પોલીસ મથકે લાવી વિગતવાર પૂછપરછ કરી તેનું કોઇપણ ઓળખકાર્ડ ઘરેથી મંગાવવાનું જણાવતા અંતે પોતે ભાંગી પડી અને પોતાનું નામ રાકેશભાઈ છગનભાઈ ભાભોર રહે વડવા તા.ગરબાડા જી.દાહોદ હોવાનું જણાવ્યું હતું જેથી આ ઈસમ વિશે તપાસ કરતાં અલગ અલગ જિલ્લાઓમાં ધાડ સહિત કુલ છ ગુનાઓમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.