દેવગઢ બારિયામાં સીડીપીઓના માર્ગદર્શનમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરાઈ…
દેવગઢ બારીયા ઘટક 2 ના Cdpo ના માર્ગદર્શન હેઠળ ઉધાવળા સેજામાં BNM, PSE દ્વારા પોષણ પખવાડિયા અંતર્ગત થીમ મુજબ કિશોરીઓ દ્વારા મિલેટસ (ધાન્ય) રંગોળી કરાવી અને પોષણ ગરબો પ્રવૃત્તિ કરાવવામાં આવી કિશોરીઓ, સગર્ભા, ધાત્રી બહેનો ને મિલેટસ (ધાન્ય) માંથી બનતી વાનગીઓ અને તેમાંથી મળતા પોષક તત્વો નું મહત્વ સમજાવ્યું અને સમતોલ આહાર કઈ રીતે લેવો કે જે માંથી શરીર ને જરૂરી એવા બધાજ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે પૂર્ણા શક્તિ અને માતૃશક્તિ ના પેકેટસ માંથી વિવિધ વાનગીઓ બનાવી અને સારી રીતે પેકેટસ નો ઉપયોગ થાય તે વિશે ની સમજ આપી તેમજ આરોગ્ય પોષણ અને શારીરિક સ્વચ્છતા વિશે કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું,.