
યાસીન ભાભોર :* ફતેપુરા
ફતેપુરા તાલુકાના સલરા ગામે રહેણાંક મકાનમાં લાગી આગ: ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ.
આગમાં મકાન ભસ્મીભૂત. ફાયર બ્રિગેડની મદદથી આગ ઓલવાઇ.
ફતેપુરા તા.27
ફતેપુરા પોલીસ તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ની ટીમ ઘટના સ્થળે પહોંચી*
ફતેપુરા તાલુકાના સલરા ગામે સુરેશભાઈ ધુળાભાઈ પારગીના મકાનમાં આજરોજ અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી.આ આગમાં ઘરવખરીનો સામાન તેમજ અનાજ તેમજ રોકડ રકમ બળી જવા પામી છે.
આ આગમાં સંપૂર્ણ મકાન બળીને ભસ્મીભૂત થઈ જવા પામ્યું છે.
મકાનમા લાગેલી આગના કારણે મકાનમાલિકને લગભગ દોઢ લાખ રૂપિયા જેટલું નુકસાન પહોંચ્યું છે.
આગ લાગવાની ઘટનાની જાણ થતા સ્થાનિકોએ તાત્કાલિક આગ ઓલવવાના પ્રયાસો કર્યા હતા અને ઝાલોદ ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી.
ઝાલોદ ફાયર બ્રિગેડ તેમજ સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો પરંતુ આગ ઓલવાય તે પહેલા સંપૂર્ણ મકાન આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતા જ ફતેપુરા પોલીસ તેમજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી તેમજ ફતેપુરા પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળનો પંચ કેસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ મકાન માલિકને જરૂરી સરકારી સહાય માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.