બાબુ સોલંકી :- સુખસર
દાહોદના મુવાલિયા ફાર્મ ખાતે તૃણ ધાન્ય (શ્રી અન્નપાકો)નું મહત્વ પર ફીલ્ડ ડે કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં 50 વિદ્યાર્થીઓ સહિત 63 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો.
સુખસર,તા.25
વિશ્વમાં હાલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ-2023 ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત બ.સ કૃષિ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને કૃષિ સંશોધન કેન્દ્ર આ.ક્રૃ.યુ મુવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે દાહોદ ખાતે 24 માર્ચ-2023 ના રોજ “તૃણ ધાન્ય (શ્રી અન્ન )પાકોનું મહત્વ” વિષય ઉપર ફીલ્ડ ડે માન. કુલપતિ ડોક્ટર કે.બી કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં શ્રી અન્નની મહત્વતા ઉપર નાટક રજૂ કરવામાં આવ્યું હતું.તદ્ ઉપરાંત ડૉ.આર.જી મછાર દ્વારા શ્રી અન્ન પાકો જેવા કે બાજરી,જુવાર, નાગલી,કોદરા,વરી,કાંગ અને બંટીની વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં 50 વિદ્યાર્થીઓ તેમજ 63 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.