Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લા અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું..

March 21, 2023
        776
દાહોદ જિલ્લા અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું..

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લા અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દ્વારા ફતેપુરા મામલતદાર સમક્ષ આવેદનપત્ર…

ગુજરાતમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદથી તૈયાર થયેલ ખેતી પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે.

કમોસમી વરસાદથી ઘઉં, ચણા,રાયડો,મસૂર,મકાઈ,ધાણા,જીરું, મરચાં,ડુંગળી જેવા પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

પંચમહાલ,દાહોદ,મહીસાગર જિલ્લા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કમોસમી વરસાદથી થયેલું નુકસાનનું સર્વે કરી એક એકર દીઠ રૂપિયા 50000 વળતર ચૂકવવા સરકાર સમક્ષ રજૂઆત.

‌‌ સુખસર,તા.20

ગુજરાત રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશનની અસરથી વાતાવરણમાં પલટો આવતાં 16 માર્ચ થી 20 માર્ચ-23 દરમિયાન ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતોના રવિ સીજનના તૈયાર થયેલ ખેતી પાકો વરસાદમાં ભીંજાઇ જતા ખેતી પાકો બગડ્યા છે.જેના લીધે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, બિયારણ તથા પાણી પાછળ કરેલ ખર્ચ નિષ્ફળ ગયો છે.જેથી ખેડૂતોમાં ચિંતા ના વાદળો ઘેરાઈ ગયા છે.ત્યારે અખિલ ભારતીય કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા ફતેપુરા તાલુકા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રાજ્ય સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

જાણવા મળેલી વિગતો મુજબ અખિલ ભારતીય કિસાન સભા જિલ્લા સમિતિ તથા જિલ્લા કિસાન સભા સમિતિ દાહોદ દ્વારા આજરોજ ફતેપુરા તાલુકા મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી જણાવ્યું છે કે,દાહોદ,પંચમહાલ તથા મહીસાગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં સતત ચાર દિવસ સુધી કમોસમી વરસાદ થતા શિયાળુ સિઝનના રવિ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે.જેથી નુકસાનીનુ તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર પેટે એકર દીઠ રૂપિયા 50,000 તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

16 માર્ચથી 20 માર્ચ-2023 દરમિયાન સતત ચાર દિવસ સુધી કડાકા,ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ અને કરા પડતાં ઘઉં,ચણા, રાયડો,મશૂર,મકાઈ,ધાણા,જીરૂ,મરચા, ડુંગળી જેવા પાકોમાં ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે,ખેડૂતોએ સારી ઉપજની આશાએ મોંઘા ભાવના ખાતર,પાણી,બિયારણ અને દવાઓમાં મોટા ખર્ચા કરી ખેતી પાકો તૈયાર કર્યા હતા.જ્યારે હાલ સતત ચાર દિવસ સુધી કમોસમી વરસાદ થતા રવિ સિઝનના તમામ બાળકો નિષ્ફળ ગયા છે.ત્યારે કુદરતી આફત થી થયેલ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને થયેલ નુકસાની પેટે એક એકર દીઠ રૂપિયા 50,000 લેખે સરકાર દ્વારા વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ફતેપુરા તાલુકા મામલતદાર દ્વારા આવેદનપત્રનો સ્વીકાર કરી સરકારમાં પહોંચાડવાની બાહેધરીઆપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!