Friday, 02/06/2023
Dark Mode

વિશ્વ મહિલા દિવસ નિમિતે સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરેલ માનુનીઓનું સન્માન કરવામાં આવ્યું.*

March 10, 2023
        774
વિશ્વ મહિલા દિવસ નિમિતે સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરેલ માનુનીઓનું સન્માન કરવામાં આવ્યું.*

રાજેશ વસાવે દાહોદ 

*વિશ્વ મહિલા દિવસ નિમિતે સુરખાઈ ઢોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં મહારથ હાંસલ કરેલ માનુનીઓનું સન્માન કરવામાં આવ્યું.*

 

સમાજસેવી ડો.પ્રદીપભાઈ ગરાસિયાના નેજા હેઠળ સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્ય સંગઠન છેલ્લા 10 કરતા વધારે વર્ષોથી જનજાગૃતિ,શિક્ષણ,વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ,કન્યા કેળવણી,સ્ત્રીસશક્તિકરણ જેવા વિવિધ મુદ્દે નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે.”વિશ્વ મહિલા દિવસ”નિમિતે સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ અને ગાંધીનગરના નિવૃત સચિવ ઠાકોરભાઈ પટેલ દ્વારા ડો. દિવ્યાંગી પટેલ,ડાંગના નીતાબેન પટેલ અને ધરમપુરના દર્શનાબેન પટેલ,પાયલબેન પટેલ સાથે મળીને વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી ચૂકેલ અને સમાજસેવામા મહત્વનું યોગદાન આપનાર 62 જેટલાં માનુનીઓને સન્માનિત કરવામાં આવેલ.આ પ્રસંગે ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા સ્ત્રીઓના સામાજિક સંગઠનોમાં વધુ જવાબદારી ઉપાડવાના તેમજ વિધવા પુન:વિવાહ,ડાકણ કાઢવા જેવી અંધશ્રદ્ધાઓ પર કાયદાકીય લગામ કસવાની ઈચ્છા વ્યક્ત કરેલ અને વાપી મામલતદાર કલ્પનાબેન પટેલે મહેસુલી વિભાગમાં કોઈપણ તકલીફો માટે તમામ મહિલાઓને પોતાનો નંબર આપી કોઈને પણ ગમે ત્યારે તકલીફ પડે તો મદદરૂપ થવાની બાંહેધારી આપી.વસુલાબેન દ્વારા વ્યંઢળો પ્રત્યે પણ સમાન સંવેદના રાખી સમગ્ર સમાજને વાદવિવાદ ભૂલી એક થવા હાકલ કરી હતી.કાર્યક્રમમાં વસરાઈના ગાયક કલાકાર પાયલ પટેલ દ્વારા પ્રાર્થનાગીત તેમજ “એક જ ચાલે ડોહાડીયા જ ચાલે”ગીત,અંજનાબેન દ્વારા સ્વરચિત ગીત તેમજ જાણીતા કલાકારો શ્રદ્ધા-રિદ્ધિ કોષ,રિદ્ધિ વહેવલની ટીમ અને ધ્યાની તન્વીબેન દ્વારા આદિવાસી ગીતો પર મનમોહક નૃત્યો કરી અને દક્ષાબેન દ્વારા માર્શલ આર્ટના કરતબો કરી અને છાયાબેન દ્વારા ફટાણા ગાઈને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં તેજલબેન વલસાડ મામલતદાર,ડો.ધારા પટેલ,ડો.જ્યોતિ પટેલ,ડો.બિનલ પટેલ,કલ્પવંત હોટલના સંચાલક કલ્પનાબેન,ડો.એ.જી.પટેલ,ડો.પ્રદીપભાઈ સ્પંદન હોસ્પિટલ,પ્રો.નિરલ પટેલ,ડી.ઝેડ. પટેલ,બીટીએસ મયુર પટેલ,ડો.નિતિન પટેલ,કમલેશ પટેલ,ડો.દિનેશ ખાંડવી,નિવૃત ટીડીઓ લાલજીભાઈ,ભાવિક, ચંદ્રકાન્તભાઈ,મુકેશભાઈ, હિતેશભાઇ,ધર્મેશભાઈ,દલપતભાઈ,કીર્તિભાઇ,કાર્તિક,ભાવેશ,ભાવિન,ઉમેશ મોગરાવાડી,વંદના,નીતા,આયુષી, મનાલી,શીલાબેન સહિતના આગેવાનો અને સામાન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.અરુણભાઈ ચિતાલીએ કાર્યક્રમમાં વિનામૂલ્યે મંડપ અને મ્યુઝિક સિસ્ટમ પૂરું પાડી સમાજ પ્રત્યે પોતાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!