
રાજેશ વસાવે દાહોદ
વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત નેત્રમ કેમેરા તથા પોકેટ કોપની મદદથી ખોવાયેલ બેગ તેમજ કિમતી દાગીના ગણતરીના કલાકોમા શોધી આપતી દાહોદ ટાઉન એ ડિવીઝન. પોલીસ
તા:- ૧૬/૦૨/૨૦૨૩ નારોજ બપોરના સમયે એક અરજદાર બહેન દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવી દાહોદ ટાઉન એ ડિવિઝનના પી.આઇ શ્રી કે.એન.લાઠીયા સાહેબને મળી પોતાની ખોવાયેલ બેગ તેમજ કિમતી દાગીનાની હકીકત જણાવતા પી.આઇ સાહેબશ્રી એ સમય સુચકતા દાખવી સર્વેલન્સ સ્ટાફને જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો તાત્કાલીક દાહોદ શહેરમાં વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત લાગેલ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે જઇ બનાવ સમયના કેમેરા ચેક કરતા એક ઓટો રીક્ષામાંથી એક બહેન ઉતરતા હોય જે અરજદાર બહેનનાઓએ સદર ઓટો રીક્ષા ઓળખી બતાવેલ સદર ઓટો રીક્ષા કેમેરામા તેનો રજી.નંબર GJ 20 W 4206 નાનો મળી આવતા આ રજી.નં ને પોકેટ કોપ મોબાઇલ માં ચેક કરી માહિતી મેળવી મેળવેલ એડ્રેસના આધારે ઓટો રીક્ષા ચાલકના ઘરે જતા ઓટો રીક્ષા તેમજ ચાલક હાજર હોઇ તેમને અને ઓટો રીક્ષામા અરજદાર બહેનનાઓ બેગ ભુલી ગયેલ હોવાની હકિકત જણાવતા ઓટો રીક્ષા ચાલકે ઓટો રીક્ષાની સીટના પાછળના ભાગે જોતા બેગ તથા તેમા રહેલ કિમતી દાગીના સહે સલામત મળી આવેલ જે બેગ તેમજ કિમતી દાગીના અરજદાર બહેનનાઓને પરત અપાવી દાહોદ ટાઉન એ ડિવિ પોલીસ સ્ટેશનાઓએ સરાહનીય કામગીરી કરેલ છે