ઈરફાન મકરાણી :- દેવગઢ બારીયા
અમદાવાદ ખાતે યોજાયેલા 30 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોલેજ 2023 ના કાર્યક્રમમાં દેવગઢબારિયા રતનદીપ શાળાની વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું..
દેવગઢ બારીયા તા.05
30 મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ NCSC 2023 અમદાવાદ સાયન્સ સીટી ખાતે 27.01.2023 થી 31.1.2023 ના રોજ યોજાઇ હતી જેમાં અમારી રત્નદીપ સ્કૂલ ની સાયન્સ ટીમ દ્વારા તૈયાર કરેલ શાળાની વિદ્યાર્થીની ગોહિલ ફ્લોરિયા મૃણાલ કુમાર એ *રાષ્ટ્રીય કક્ષાએ* રિસર્ચ UNDERSTANDING ECOSYSTEM FOR HEALTH AND WELL-BEING (
*રતનમહાલ ના અભ્યારણ્ય વિસ્તાર માં આવેલ નળધા ઇકો કેમ્પ સાઈટ પર રિસર્ચ*) રજૂ કર્યું હતું જેમાં શાળાની વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર ખૂબ ગર્વની લાગણી અનુભવે છે અને તેના ઉજ્જ્વળ ભવિષ્ય ની કામના કરે છે બાળકોની પ્રગતિમાં જ શાળાને પ્રગતિ છે તે ધ્યેય ને આજે રત્નદીપ સ્કૂલની વિદ્યાર્થીની એ સાર્થક કર્યું છે.
શાળા ના ટ્રસ્ટી મંડળ તથા આચાર્ય શ્રી એ શાળા ની વિદ્યાર્થિની તથા સાયન્સ ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.