Wednesday, 04/12/2024
Dark Mode

સંજેલીથી વાયા અગારા હાંડી મંડેર થઈને આવવા માટે એક પણ બસની સુવિધા નહીં હોવાથી મુસાફરો તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ 

January 3, 2023
        2306
સંજેલીથી વાયા અગારા હાંડી મંડેર થઈને આવવા માટે એક પણ બસની સુવિધા નહીં હોવાથી મુસાફરો તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ 

કલ્પેશ શાહ :- સિંગવડ     

સંજેલી વાયા અગારા હાંડી  મંડેર થઈને આવવા માટે એક પણ બસની સુવિધા નહીં હોવાથી મુસાફરો તથા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ           

સીંગવડ/સંજેલી તા.03

સંજેલી થી અગારા હાંડી મંડેર થઈ મુસાફરો અને વિદ્યાર્થીઓને આવવા માટે એક પણ બસની સુવિધા નહીં હોવાના લીધે તકલીફો ઉઠાવી પડતી હોય છે અને તેમને પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કરવો પડતો હોય છે જો પહેલા દાહોદ થી સંજેલી થઈને વાયા અગારા હાંડી મંડેર ઘાટી થઈને સિંગવડ આવતી દસ વાગ્યા વાળી બસને પણ વાયા પિછોડા કરી દેવાના તે બસનો લાભ મળતો હતો તે પણ બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યારે વાયા પિછોડા થઈને આવવા માટે ઘણી બધી બસો હોય તો પછી આ એક બસને પહેલાની જેમ સંજેલી થી અગારા હાંડી મંડેર થઈને પાછી ચાલુ કરવામાં આવે તો સિંગવડ તાલુકાના કામ માટે આવતા તથા સિંગવડ કોલેજ તથા સ્કૂલમાં ભણવા આવતા વિદ્યાર્થીઓના બસની સુવિધા મળી રહે અને ત્યાં એક પણ બસની સુવિધા ન હોવાના લીધે મુસાફરો તથા વિદ્યાર્થીઓને પ્રાઇવેટ વાહનનો સહારો લેવો પડતો હોય છે જો આ રૂટ પર ફરી બસ ચાલુ કરવામાં આવે તેવી મુસાફરો અને વિદ્યાર્થીઓ ની  માંગ છે.જ્યારે આ રૂટ પર બસોની સુવિધા ચાલુ થાય તો સિંગવડ તાલુકાના નાની સંજેલી તારમી છાપરી પરમાર ના ડુંગરપુર પાતા ભૂતખેડી અગારા હાંડી સુરપુર મંડેર બરોડા માતાના પાલ્લા વગેરે ગામોના મુસાફરો તથા ભણવા આવતા વિદ્યાર્થીઓને બસમાં આવી જઈ શકે અને આ બસોના લીધે ભણવા આવતા વિદ્યાર્થીઓને પાસની સુવિધા મળી શકે અને તેમના રૂપિયા પણ બચી શકે તેમ છે બસમાં આવતા વિદ્યાર્થીઓ ભણવા માટે સહેલાઈથી આવી જઈ શકે તેમ છે જ્યારે આ બસના રૂટ પર એક પણ બસની સુવિધા નહી હોવાના લીધે અરજદારોને સિંગવડ તાલુકાના કામ અર્થે આવવા  માટે પણ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જો આ રૂટ પર બસની સુવિધા આપવામાં આવે તો તાલુકાના અર્થે આવતા અરજદારોને બસ ની સુવિધા મળી રહે તો તેમને પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ નહીં કરવો પડે અને બસમાં બેસીને આવી જઈ શકે તેમ છે માટે આના માટે  લાગતા વળગતા અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ બસોની સુવિધા ઉભી કરવામાં આવે તેવી લોક માંગ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!