Thursday, 18/04/2024
Dark Mode

આમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે !!??…દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…

June 13, 2021
        1911
આમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે !!??…દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

આમ ચાલશે તો કોરોના ક્યા જઈને અટકશે !!??

દાહોદમાં વેક્સિનેશન ના કાર્યક્રમમાં શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ઉજાગરા…

દાહોદ તા.૧૩

#Paid pramotion

Contact us :- sunrise public school 

દાહોદ શહેરમાં આજરોજ નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા ગોડી રોડ ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને જેને પગલે સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં પણ જાેવા મળ્યાં હતાં. સરેઆમ કોરોનાના નિયમો નેવે મુકાયા હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યાં હતાં.

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરે દાહોદ જિલ્લાને પણ પોતાના રાક્ષસી ભરડામાં લીધો હતો. માર્ચ અને એપ્રિલ એમ બે માસ દરમ્યાન કોરોનાએ હાહાકાર મચાવી મુક્યો હતો. કોરોનાથી મૃત્યુઆંક પણ આ વખતે વધ્યો હતો અને જિલ્લા વહીવટી તંત્રના અથાગ પરિશ્રમ અને સેવાઓને કારણે છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીજી તરફ જાહેર જનતાનો પણ એટલો જ તંત્રને સાથ અને સહકાર પણ રહ્યો છે ત્યારે હવે કોરોનાના કેસો ઘટતાં શહેરવાસીઓ જાણે કોરાનાને લઈ ફરી નિશ્ચિંત બની રહ્યાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ શહેરના ગોદી રોડ ખાતે અગ્રસેન ભવન ખાતે આજરોજ પાલિકાના કાઉન્સીલર દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તે એક સારી બાબત છે અને દરેક વોર્ડ વાઈઝ દરેક પાલિકાના કાઉન્સીલર આવા રસીકરણના કેમ્પ કરવા પણ જાેઈએ પરંતુ તેની સામે તકેદારી પણ રાખવી એટલી જ જરૂરી છે. આ કેમ્પ જેવો શરૂ થયો તેવો લોકોની રસી લેવા ભારે ભીડ જામવા લાગી. સોશીયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો. કોરોનાના નિયમો લોકો ભુલ્યાં હતાં. કોરોનાની રસી લેવા લાંબી લાઈનોમાં વિસ્તારના લોકો ઉમટવા મંડ્યાં. ત્યારે આ સમગ્ર દ્રશ્યોને જાેઈ ક્યાંકને ક્યાંક વ્યસ્થાનો અભાવ પણ જાેવા મળ્યો હતો. રસીકરણના કેમ્પમાં સુચારૂ આયોજન પણ અત્યંત મહત્વનું છે. કોરોના કાળમાં સરકારના નિયમોનું પાલન થાય અને કોરોના સંક્રમણને ઘટાડવાનો પ્રયાસો થાય તે જરૂરી છે. સરકારના કોવિડ – ૧૯ નિયમોને આધિનજ રસીકરણના કેમ્પો યોજાય તે પણ જરૂરી છે. કારણ કે, કોરોના હજુ ગયો નથી. માત્ર કોરોનાની પકડ ઢીલી પડી છે. કોરોનાની ત્રીજી વેવના એંધાણો પણ વર્તાઈ રહ્યાં છે ત્યારે કોરોના સંક્રમણ મામલે શહેર સહિત જિલ્લાવાસીઓ કાચુ ન કાપી તકેદારીનું સંપુર્ણ પાલન કરે તે અત્યંત આવશ્યક છે. કોરોના સામે જંગ હાલ પણ જારી જ છે ત્યારે આજના આ યોજાયેલ કેમ્પને પગલે શહેર સહિત જીલ્લામાં અનેક ચર્ચાઓ જાેર પકડ્યું છે.

 

——————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!