Tuesday, 06/12/2022
Dark Mode

ઈ.સ 1919 ની 13 મી એપ્રિલે સર્જાયો હતો સામુહિક હત્યાંકાંડ:માનગઢમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગની જેમ 1507 આદિવાસીઓને ગોળીએ વિંધ્યા હતા:વડાપ્રધાન મંગળવારે માનગઢ હિલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી અટકળો.

October 30, 2022
        727
ઈ.સ 1919 ની 13 મી એપ્રિલે સર્જાયો હતો સામુહિક હત્યાંકાંડ:માનગઢમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગની જેમ 1507 આદિવાસીઓને ગોળીએ વિંધ્યા હતા:વડાપ્રધાન મંગળવારે માનગઢ હિલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી અટકળો.

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...

ઈ.સ 1919 ની 13 મી એપ્રિલે સર્જાયો હતો સામુહિક હત્યાંકાંડ..

માનગઢમાં અંગ્રેજોએ જલિયાવાલા બાગની જેમ 1507 આદિવાસીઓને ગોળીએ વિંધ્યા હતા.

વડાપ્રધાન મંગળવારે માનગઢ હિલની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરે તેવી અટકળો..

દાહોદ તા.૩૦

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા માનગઢ ધામ ખાતે અગામી 1 નવેમ્બર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેના પગલે રાજસ્થાન તેમજ ગુજરાત સહીત કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ નેતાઓએ માનગઢ ખાતે જમા નાખી દીધા છે ત્યારે આદિવાસી સમાજ તેમજ આ વિસ્તારના લોકોની વર્ષો જૂની લાગણી અને માંગણીને ધ્યાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનગઢ ધામ ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરશે તેવી અટકલો ચાલી છે.ત્યારે અગામી એક નવેમ્બર ના રોજ માનગઢ ધામ વિશ્વના ફલક પર છવાઈ જશે તેવા અણસાર હાલના તબ્બકે જોવા મળી રહ્યાં છે.જોકે ભારતના ઈતિહાસમાં અંગ્રેજાેની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે અનેક સંગઠનો,

તેમજ હુંતાત્મા ના નામે ભારતના ઈતિહાસમાં સામેલ છે.અને પરંતુ ભારતની આઝાદીના ઈતિહાસમાં અંગ્રેજાે દ્વારા સૌથી મોટો નરસંહાર કહી શકીયે એવા દાહોદ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ માનગઢ ખાતે આદિવાસીઓની અંગ્રેજાે દ્વારા સામુહિક હત્યાકાંડથી સૌ કોઈ વાકેફ અને જાણકાર નહીં હોય કારણ કે આ માનગઢના આદિવાસીઓની અંગ્રેજાે દ્વારા કરવામાં આવેલ સામુહિક હત્યાકાંડાનો કિસ્સો આજે પણ ભારતના ઈતિહાસમાં ક્યાંય જાેવા મળ્યો નથી. જલીયાવાલા બાગ કરતાં પણ મોટો નરસંહાર થયો હોય તે માનગઢમાં. માનગઢમાં હજ્જારોની સંખ્યામાં અંગ્રેજાે દ્વારા આઝાદીની લડાઈ લડી રહેલ અંગ્રેજાેને ચારેય તરફથી ઘેરી લઈ ગોળીબાર કર્યાેં હતો.અને જેમાં અંદાજે ૧૫૦૭ જેટલા આદિવાસીઓએ ભારતની આઝાદી માટે શહાદત વ્હોરી હતી.

આઝાદીના ઈતિહાસમાં સૌ કોઈ મોટા મોટા નાયકોના નામ સાંભળ્યા હશે ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ માનગઢ ધામની વાત કરીએ તો ભારતને આઝાદ કરાવવા માટે અહીં આદિવાસીઓએ સૌથી મોટી શહાદત વ્હોરી હતી. ગુરૂ ગોવિંદજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈ ચાલતી હતી. ઈ.સ. 17 નવેમ્બર ૧૯૧૩માં ૧૫૦૭ જેટલા આદિવાસીઓ સહાદત વ્હોરી હતી. આ શહીદ આદિવાસીઓની યાદમાં શહિદ સ્મારક બનાવવામાં આવ્યું છે. ગુરૂ ગોવિંદજીએ ૧૮૮૭માં સંત સભાની સ્થાપના કરી હતી તેને લઈને દર વર્ષે માગસરી પુનમે ત્યાં મેળો ભરાતો હતો. હજ્જારોની સંખ્યામાં ત્યાં આદિવાસી સમાજના લોકો ભેગા થતાં હતાં અને વર્ષ દરમ્યાન પોતાના સમાજને કંઈ રીતે આગળ લાવવનું જેમાં શિક્ષાનું ક્ષેત્ર હોય, સામાજીક ક્રાંતિ હોય કે પછી અન્ય કોઈ રીતે સમાજને કંઈ રીતે આગળ લાવવું અને કેવી રીતે શું કામ કરવું તે તમામ વિશે ચર્ચા વિચારણા થતી હતી ત્યારે તે સમયે બ્રિટીશ હુકુમત અને પીઠું રાજાઓ સામે ખુલીને સામે આવ્યા હતા. અને અસહયોગ આંદોલન આદિવાસી સમાજે ૧૯૦૩માં બ્રિટીશ સરકાર સામે શરૂ કર્યાેં હતો. જેમાં વિદેશી વસ્તુઓનું અસ્વિકાર કરવો, બ્રિટીશને કર નથી આપવો, રાજાનું સાંભળવાનું

નથી, તે રીતે આખી મુહીમ ચાલુ કરવામાં આવી હતી જેને લઈને સ્થાનીક રીયાસતદારો અને બ્રિટીશ હુકુમતો ચિંતામાં મુકાઈ ગયાં હતાં તેમજ તેમનું એવું લાગ્યું હતું કે, ૧8૫૭માં જે ક્રાંતિ આવી હતી જે ક્રાંતિનું પુનરાવર્તન નહીં થાય અને માનગઢ હીલ પર સામાજીક ક્રાંતિનું ઉદય થઈ રહ્યો છે તેને કોઈપણ રીતે ખાળવવા માટે સ્થાનીક રીયાસતદારો અને બ્રિટીશ હુકુમતે ભેગા મળી એક પુર્વ સુનોયોજીત કાવતરાના ભાગરૂપે તારીખ ૧૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ માગસરી પુનમે ગુરૂ ગોવિંદજીના નેતૃત્વમાં ૫૦ હજારથી વધુ આદિવાસી સમાજ ભેગુ થયુ હતું.અને સત્સંગ ચાલી રહ્યો હતો તે સમયે બ્રિટીશ હુકુમતે સ્થાનીક રાજાઓના સહયોગથી માનગઢ હીલને ત્રણેય તરફથી ઘેરી લઈ અને લગાતાર ગોળીબાર કરવામાં આવ્યો હતો.એવું કહેવાય છે અને બ્રિટીશ હુકુમતે લંડન સ્થિત તેમના દસ્તાવેજાે સુપ્રત કર્યાં હતાં તે દસ્તાવેજાેમાં તેમજ રાષ્ટ્રીય અભિલેખામાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં તે સમયે માનગઢ હિલ પર ૩૫૪ જેટલા બ્રિટીશ સૈનિકોએ ગોળીબાર કર્યાે હતો. એક – એક સૈનિક પાસે ૨૫૪ જેટલી બુલેટો હતી.અને દિવસે ૨ લાખ કરતાં વધારે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. જેમાં તેની અંદર ઓફિસીયલ એટલે કે, સરકારી રેકર્ડ પર ઉપલબ્ધ અંદાજે ૧૫૦૭ જેટલા આદિવાસીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં.આદિવાસીઓની અંગ્રેજાે દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આલમ એ હતો કે, બ્રિટીસ હુકુમતે માર્યા ગયેલા તમામ શહીદોની લાશોને ખીણમાં ફેંકી દીધી હતી તેમજ તેમના અંતિમ સંસ્કાર પણ નોતો કરવા દિધાં. તેમની લાશોને ઉઠાવવા પણ નોતા દેતા. તેમની લાશોને ચીલ, કૌવાએ ખાધા હતા. અંગ્રેજાે દ્વારા હત્યાંકાડ પાછળ એકજ કારણ હતું કે, આદિવાસી

સમાજમાં ભયનો માહૌલ ઉભો કરવો. કારણ કે, દેશના જુદા જુદા રાજ્યોમાં જ્યારે જ્યારે બ્રિટીશ હુકુમતો સામે બળવો થયો, તેમની સામે તોફાનો થયાં તેમાં તમામ સમાજાે દ્વારા સરણાગતિ સ્વિકારી પરંતુ માત્ર એક આદિવાસી સમાજે અડગ રહી પોતે મરવા તૈયાર હતાં પરંતુ હારવા તૈયાર ન હતાં, તેમ બ્રિટીશ સરકાર સામે બાંથ ભીડી હતી અને સરકારોને સમય સમય પર ઝુકાવ્યા હતાં. માનગઢ હીલ ખાતે જે ક્રાંતિનો ઉદય થઈ રહ્યો હતો તેને વિશાળ રૂપ ન લે તે માટે આ કત્લેઆમ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીજીએ જેતે સમયે અસહયોગ આંદોલન શરૂં કર્યાેં હતો.જે લાંબા સમયથી ચાલ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દોઢ દશક સુધી આફ્રિકા ખાતે રહીને આવ્યાં હતાં વકાલત કરી હતી આખું ભારત ભ્રમણ કર્યું હતું અને ત્યાર બાદ અંગ્રેજાે એટલે કે, બ્રિટીશ હુકુમત સામે 1920 માં અસહયોગ આંદોલન કર્યું હતું. જે 1922 સુધી ચાલ્યો હતો. અનેપરંતુ તેમનાથી ૧૭ વર્ષ પુર્વે આદિવાસી સમાજ જે પુરતો શિક્ષિત ન હતો પરંતુ ગુરૂ ગોવિંદજીની આગેવાની બ્રિટીશ સરકાર સામે અસહયોગ આંદોલન શરૂં કરી દીધો હતો.૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ સમગ્ર દેશને હચમચાવી નાંખવાનાર જલીયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો જેની અંદર ઓફીસીયલ ૪૮૪ જેટલા લોકો શહીદ થયાં હતાં. આ ઘટના ઈતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયો હતો અને તેમાં માર્યા ગયેલા લોકોને શહીદીનું બિરૂદ મળ્યું હતું તેમને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો પરંતુ આદિવાસી

 

સમાજની કમનસીબી કહો કે, બીડંબના કહો, જલીયાવાલા બાગ કરતાં પણ મોટો હત્યાંકાડ થયો તે માનગઢ હીલમાં શહીદ થયેલા ૧૫૦૭ જેટલા આદિવાસીઓના નામ આજે પણ ઈતિહાસના પાના પણ કોઈ ઉલ્લેખ નથી, તેમને કોઈ સ્થળે શહીદીની સ્થળે નામ આપવામાં આવ્યું નથી ત્યારે આગામી ૧ એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી માનગઢ હીલ ખાતે પધારી રહ્યાં છે અને માનગઢ હીલને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઘોષણા કરનાર છે ત્યારે આદિવાસી સમાજમાં એક એવી માંગ ઉઠી છે કે, માર્યાં ગયેલા ૧૫૦૭ આદિવાસીઓને સ્વાતંત્ર સેનાની જાહેર કરવામાં આવે તેમજ તેમના પરિવારજનોને સન્માનિત કરવામાં આવે, સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે તેમજ આ ઘટનાને ઈતિહાસના પાનામાં ડંકારવામાં આવે તેવી લાગણી અને માંગણી વહેતી થવા પામી છે.

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!