Tuesday, 30/11/2021
Dark Mode

દોઢ વર્ષના બાળક સાથે દાહોદની સડકો પર ભીખ માંગવા મજબુર પરિણીતા:દાહોદના એ.સી.પી, ટાઉન પોલીસ અને પત્રકાર મિત્ર મદદે આવ્યા,સખી વનસ્ટોપ ખાતે રખાયેલા માતા પુત્રને સાસરીયા ઓએ સાથે લઈ જવા સાફ નન્નો ભણ્યો,આખરે ભાઈ મદદે આવ્યો..અને માતા-પુત્રને સાથે લઇ ગયો

June 7, 2021
        1473
દોઢ વર્ષના બાળક સાથે દાહોદની સડકો પર ભીખ માંગવા મજબુર પરિણીતા:દાહોદના એ.સી.પી, ટાઉન પોલીસ અને પત્રકાર મિત્ર મદદે આવ્યા,સખી વનસ્ટોપ ખાતે રખાયેલા માતા પુત્રને સાસરીયા ઓએ સાથે લઈ જવા સાફ નન્નો ભણ્યો,આખરે ભાઈ મદદે આવ્યો..અને માતા-પુત્રને સાથે લઇ ગયો

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :-  દાહોદ

દોઢ વર્ષના બાળક સાથે દાહોદની સડકો પર ભીખ માંગવા મજબુર પરિણીતા

દાહોદના એ.સી.પી, ટાઉન પોલીસ અને પત્રકાર મિત્ર મદદે આવ્યા

 સખી વનસ્ટોપ ખાતે રખાયેલા માતા પુત્રને સાસરીયા ઓએ સાથે લઈ જવા સાફ નન્નો ભણ્યો

 આખરે ભાઈ મદદે આવ્યો..અને માતા-પુત્ર ને સાથે લઇ ગયો

દાહોદ તા.06

રામ રાખે તેને કોણ ચાખે કહેવતની ઉક્તિને દાહોદના એ.એસ.પી, ટાઉન પોલીસ અને પત્રકાર મિત્ર સંયુક્ત કામગીરીને પગલે સાર્થક થવા પામી છે દાહોદ શહેરમાં છેલ્લા ઘણા લાંબા સમયથી પોતાના એક દોઢ વર્ષના પુત્રને લઈ ભીખ માંગતી એક પરિણીતાને પોલીસ અને પત્રકાર મિત્રોની મદદ પહેલા સખી વન સ્ટોપ ખાતે રવાના કરવામાં આવી હતી અને ત્યાર બાદ મહિલાના સાસરિયા પક્ષના વ્યક્તિઓએ મહિલાને ન સ્વીકારતા આખરે પિયર પક્ષના ભાઈએ મહિલાને બાળક સાથે ઘરે લઈ ગયો હતો.

#Paid pramotion

Contact us :- sunrise public school 

સ્ત્રી સશક્તિકરણ અને મહિલાના રક્ષણ માટે ભારત દેશમાં કાયદા,કાનુન સંવિધાનમા સમાવેશ કરવામાં આવ્યા છે પરંતુ આ કાયદા કાનુનનો સરેઆમ ભંગ થતો ઘણીવાર જોવા મળતો હોય છે ત્યારે ઘણીવાર ઘણી મહિલાઓ લાચાર અને બેબસ હોવાના કારણે અત્યાચારો સહન કરતી આવે છે. આવો જ એક કિસ્સો દાહોદ શહેરમાં સામે આવ્યો છે જેમાં એક ભીખ માંગતી મહિલા છેલ્લા ઘણા સમયથી દાહોદ શહેરમાં પોતાના એક દોઢ વર્ષના બાળક સાથે ફરી રહી હતી માંગી તેમજ પોતાના બાળક પેટ ભરતી હતી. લોકોના દુકાને લારી ગલ્લે પોતાના દોઢ વર્ષના બાળકને લઈ માંગી પોતાનું ગુજરાન ચલાવતી હતી.

સાસરીયાઓના ત્રાસથી ઘર છોડીને દોઢ વર્ષના દાહોદ આવેલી પરણિતા ભીખ માંગવા મજબુર બની: દાહોદના જાગૃત પત્રકારે મહિલાને સાંત્વના આપી પૂછપરછ કરતા આપવીતી જણાવી 

લગભગ એક અઠવાડિયા પૂર્વે આ મહિલા અને તેના બાળક પર દાહોદના એક પત્રકારની નજર પડી હતી મહિલા ની પાસે જઈ તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો દેખાવમાં મહિલા સારા ઘરની લાગતી હતી વાતચીત દરમિયાન તેની વાણી પણ વ્યવહારુ પત્રકારને લાગી હતી પત્રકારે તેના વિશે છતા કાંઈ પણ બોલ્યા વગર તે ત્યાંથી ચાલી ગઇ હતી. બે-ત્રણ દિવસનો સમય વીત્યા બાદ પુનઃ આ જ મહિલા નો સામનો પત્રકારને ફરી વાર થયો હતો અને ફરિવાર પત્રકારે તેની પાસે જઈ વિગતવાર અને શાંતિપૂર્ણ વાતચીત કરતા મહિલાએ જે હકીકત જણાવી તે જાણી સૌ કોઈનું મન ભરાઈ આવે છે તેમ છે. આ પરણિત મહિલા પાસેથી જાણવા મળ્યા અનુસાર, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાની રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને તેના લગ્ન પહેલા સેજાવાડાના એક યુવક સાથે થયા હતા સંતાન તેમને એક છોકરો અવતર્યો હતું જોકે જે તે સમયે પતિ અને સાસરિયા પક્ષ દ્વારા આ પરિણીતાને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા જે તે સમયે તેમના છૂટાછેડા થઈ ગયા હતા અને ત્યારબાદ બીજા લગ્ન રાજસ્થાનના ભીલવાડા તાલુકામાં એક યુવક સાથે આ પરિણીતાએ બીજા લગ્ન કર્યા હતા પરંતુ ત્યાં પણ બીજા પતિ અને સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્યાં પણ પરિણીતા સાથે મારઝૂડ તેમજ શારીરિક – માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને એક દિવસ આ પરિણીતાને તેના પુત્ર સાથે ઘરની બહાર કાઢી મુકવામાં આવી હતી ત્યારથી આ પરણિતા દાહોદ ખાતે આવી પહોંચી હતી અને ભીખ માંગી પોતાનો તેમજ પોતાના પુત્રનું પેટ ભરતી હતી.ઉપરોક્ત હકીકત પરણિતા દાહોદના પત્રકારો સમક્ષ રજૂ કરતા પત્રકારે આ અંગે એએસપી સેફાલી બરવાલ તેમજ દાહોદ શહેર પોલીસ નો સંપર્ક કર્યો હતો અને આ મહિલાની આપવીતી રજુ કરી હતી.

જાગૃત પત્રકારે પોલીસની મદદ વડે પરિણીતાને સખી વન સ્ટોપ ખાતે મોકલી દેવાઈ : સાસરી પક્ષ દ્વારા પરિણીતાનો અસ્વીકાર કરતા છેવટે પિયર પક્ષથી ભાઈ બહેનને ઘરે લઇ ગયો 

Asp શેફાલી બરવાલ તેમજ ટાઉન પીઆઇનો સંપર્ક કરી મદદ માંગતા વસંત પટેલ પરણીતાને બીજા દિવસે દાહોદના રાત્રિ બજારથી પોલિસ મથકે લાવી પછી પૂછપરછ કરી તેને સખી વન સ્ટોપ ખાતે મોકલી આપી હતી જ્યાં કાઉન્સેલિંગ કરી, સખી વન સ્ટોપ દ્વારા મહિલાના સાસરી પક્ષ તેમજ પિયર પક્ષનું સંપર્ક કરતા, સાસરી પક્ષ દ્વારા પરણિતાને લેવા આવવા માટે અસ્વીકાર કરતા પિયર પક્ષના ભાઈએ સખી વન સ્ટોપ ખાતે આવી પરણિતા તેમજ તેના બાળકને પોતાના ઘરે લઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!