કલ્પેશ ચૌહાણ :- ધાનપુર
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નાકટી ગામે પૂર્વ મંત્રીના હસ્તે નવીન રોડનું ખાતમહુર્ત કરાયું..
ધાનપુર તા.12
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી 134 વિધાનસભાના ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે નવીન રોડનું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.આશરે ત્રણ કરોડ દસ લાખના ખર્ચે નિર્માણ પામનાર આ રોડનું ગ્રામજનો તેમજ અગણીઓની ઉપસ્થતિમાં ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ધાનપુર તાલુકાના પ્રમુખ કાન્તાબેન બામણીયા,પાર્ટીના પ્રમુખ પ્રતાપભાઈ લવારીયા . ધાનપુર તાલુકાના પૂર્વ પરમુખ પ્રદીપભાઈ,મહામંત્રી સરદારસિંહ બારીયા,નાક્ટી પંચાયતના સભ્ય હિંમતભાઈ ગામના સરપંચ,અભેસિંગભાઈ બારીયા,માજી સરપંચ ખેમસિંગભાઈ બારીયા ધાનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ હિંમતભાઈ બારીયા.ઈશ્વરભાઈ સુથાર કોઠારીયા ગામના સરપંચ કનુભાઈ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા હતા.