
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદીના દાગીના મળી 36,000 ઉપરાંતની માલમત્તા પર હાથફેરો..
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૩૪,૨૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
ગત તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ લીમડી નગરમાં કારઠ રોડ ખાતે આવેલ ગુરૂ ઉમેશનગર સોસાયટીમાં રહેતાં અર્પિતકુમાર અભયકુમાર છાજેડના બંધ મકાનમાં તસ્કરોએ મકાનના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યાેં હતો અને મકાનમાં મુરી રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૩૪,૨૦૦ની ચોરી કરી અંધારાના લાભ લઈ નાસી જતાં આ સંબંધે અર્પિતકુમાર અભયકુમાર છાજેડે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————-