
દાહોદ જિલ્લામાં આદ્યશક્તિ નવરાત્રીના આઠમા નોરતે મંદિરોમાં ભજન, કિર્તન સહિત મહાયજ્ઞ તેમજ અષ્ઠમીના અનુષ્ઠાનો યોજાયા
દાહોદ તા.૦૩
માં આદ્યશક્તિ નવરાત્રીનો આજે આઠમા દિવસે આઠમના પાવન પર્વે દાહોદ શહેર સહિત જિલ્લામાં માતાજીના મંદિરોમાં ભજન, કિર્તન સહિત મહા યજ્ઞ તેમજ અષ્ઠમીના યજ્ઞો સહિત વિવિધ કાર્યક્રમો યોજાયાં હતાં. ઠેર ઠેર લોકોએ ભક્તિભાવ પુર્વક અષ્ઠમીની ઉજવણી કરી હતી.
નવરાત્રીના પાવન પર્વે દાહોદ શહેર સહિત જિલ્લામાં માં આદ્ય શક્તિના પ્રથમ નોરતેજ ગરબા મંડળોમાં ખૈલેયાઓએ રમઝટ બોલાવી હતી. ગરબા મંડળોમાં રાત્રીના સમયે ભારે ભીડ પણ જાેવા મળી રહી છે. ગરબાના તાલે ખૈલેયાઓ ઝુમતા પણ નજરે પડી રહ્યાં છે ત્યારે જાેત જાેતામાં નવરાત્રીના આઠ દિવસો વિતી ગયાં છે અને આજે અષ્ઠમીના દિવસે માંઈ ભક્તિ દ્વારા પોત પોતાના ઘરોમાં તેમજ મંદિરોમાં પણ મહા યજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં આવેલ વિવિધ મંદિરોમાં આજે માતાજીની પુજા, અર્ચના સહિત મહા યજ્ઞ અને અષ્ઠમીની પુજા કરવામાં આવી હતી. વહેલી સવારથીજ મંદિરોમાં માંઈ ભક્તોની ભારે ભીડ પણ જાેવા મળી હતી. ઘણા મંદિરો સહિત ઘણા સ્થળોએ મહા પ્રસાદી જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
—————————————-