
દાહોદ તાલુકાના છાપરી ગામે દાહોદ એએસપી ની સ્કવોડે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જથ્થા સાથે એક ને ઝડપ્યો
દાહોદ તા.21
દાહોદ તાલુકાના છાપરી ગામે દાહોદ એએસપી ની સ્કવોડે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી તાલાશી લેતા મકાનમાંથી જુદા જુદા માર્કા ની વિદેશી દારૂની જથ્થા સાથે ઈસમ ને ઝડપી પાડ્યો છે.
દાહોદ તાલુકાના છાપરી સડક ફળીયા ખાતેનો રહેવાસી આકાશભાઈ માધુભાઈ સિસોદિયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની જાણ એએસપી ની સ્કવોડ ને થતા એએસપીની સ્કવોડે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી તલાસી લેતા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરના 11,560 રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા ને કબ્જે લઇ આકાશભાઈ સીસોદીયાની અટકાયત કરી દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહી અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે