ઈરફાન મકરાણી :- દે. બારીયા
દે.બારિયામાં શહેરી આજીવિકા કેન્દ્ર ખાતે ગુજરાત અર્બન લાઈવલીહૂડના SEP- G બેંક લિંકેજ ઘટક હેઠળ 4 મંડળોને ધંધા રોજગાર અર્થે 4 લાખ લોન અપાઈ..
દે.બારીયા તા.22
દેવગઢ બારિયામાં આજરોજ શહેરી આજીવિકા કેન્દ્ર દેવગઢ બારીઆ નગરપાલિકા ખાતે માન્ય. પ્રમુખશ્રી ડૉ. ચાર્મી નીલ સોની, ઉપપ્રમુખશ્રી ગૌરાંગકુમાર ભાલચંદ્ર પંડ્યા કારોબારી અધ્યક્ષશ્રી સજ્જન બા ગોહિલ, સભ્યશ્રી ઇકબાલભાઈ પટેલ સભ્યશ્રી ઝહીરઅલી મકરાણી તેમજ ચીફ ઓફીસરશ્રી મંગળભાઈ વણકર,કચેરી
અધિક્ષકશ્રી રવિન્દ્રસિંહ રાઠોડ,શહેરી આજીવિકા કેન્દ્રના મદદનીશ કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર લક્ષ્મીબેન રાઠવાની હસ્તે SEP – G બેંક લિન્કેજ ઘટક હેઠળ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા 3 મંડળ ને 3,00,000/- લાખ પંચમહાલ ડીસ્ટ્રીક બેંક દ્વારા એક મંડલને 1,00,000/- આમ કુમ ચાર મંડલને રૂપિયા.4,00,000/- (અંકે રૂપિયા ચાર લાખ પુરા) તેમના લોન ખાતામાં જમા કરાવેલ જે અન્વયે અત્રેની કચેરીથી મંજૂરી પત્ર દરેક મંડળના પ્રમુખ મંત્રીને આપવામાં આવ્યા.