દાહોદ તાલુકાના રળયાતી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા:4 જુગારીયાઓ ઝડપાયા

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના રળયાતી ગામે જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા:4 જુગારીયાઓ ઝડપાયા.

 

દાહોદ તા.૧૬

 

દાહોદ તાલુકાના રળીયાતી ગામે જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતાં ૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે ચારેય જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૪મી ઓગષ્ટના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે રળીયાતી ગામે આવેલ નગરપાલિકાના સરકારી મકાનની પાછળ શ્રાવણીયો જુગાર રમી રહેલા પપ્પુભાઈ માગીલાલ સાંસી, અરવિદભાઈ કરસનભાઈ ડામોર, અતિષભાઈ લખનભાઈ સાસી અને વિક્રમભાઈ હેરૂભાઈ સાસી આ ચારેય જણા જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ઉપરોક્ત ચારેય જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૩૦૦ની રોકડ રકમ કબજે જુગારીઓને ઝડપી પાડી દાહોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article