Saturday, 01/10/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક: એક ફોર વ્હીલર તેમજ બાઇકની ઉઠાંતરી

August 11, 2022
        290
દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક: એક ફોર વ્હીલર તેમજ બાઇકની ઉઠાંતરી

સુમિત વણઝારા

 

દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકીનો આતંક: એક ફોર વ્હીલર તેમજ બાઇકની ઉઠાંતરી

 

દાહોદ તા.૧૧

 

દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએથી અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી એક મોટરસાઈકલ તેમજ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી મળી બે વાહનોની ચોરી કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવા પામી છે.

 

ગત તા.૦૭મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકાના રાજપુર ગામે મવા ફળિયામાં રહેતાં મોહનલાલ નાનુભાઈ ડામોર દાહોદ શહેર ખાતે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ દાહોદ શહેરમાં આવેલ આંબેડકર ચોર કેનેરા બેન્કની આગળ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મોહનલાલ નાનુભાઈ ડામોરે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વાહન ચોરીનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના લીમડી બસ સ્ટેશન ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૦મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના ટાંડી ગામે નવી વસાહત ફળિયા ખાતે રહેતાં પ્રકાશભાઈ મગનભાઈ ગારીએ પોતાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી લીમડી બસ સ્ટેશન ખાતે લોક મારી પાર્ક કરી હતી અને કોઈ કામ અર્થે નજીકમાં ગયાં હતાં ત્યારે તેઓની ક્રુઝર ફોર વ્હીલર ગાડી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા પોતાનો કસબ અજમાવી ક્રુઝર ગાડીનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પ્રકાશભાઈ મગનભાઈ ગારીએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી અગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!