Friday, 19/04/2024
Dark Mode

દાહોદમાં વાહન ચોર ટોળકીનો આતંક: જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી વાહનોની ઉઠાંતરી

August 4, 2022
        2652
દાહોદમાં વાહન ચોર ટોળકીનો આતંક: જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી વાહનોની ઉઠાંતરી

સુમિત વણઝારા

 

દાહોદમાં વાહન ચોર ટોળકીનો આતંક: જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી વાહનોની ઉઠાંતરી

 

દાહોદ તા.૦૪

 

દાહોદ જિલ્લામાંથી બે જુદી જુદી જગ્યાએથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની ઉઠાંતરી થયાંનું જાણવા મળે છે.

 

મોટરસાયકલ ચોરીનો પ્રથમ બનાવ લીમખેડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૩૧મી જુલાઈના રોજ લીમખેડા નગરમાં ચિત્રકુટ સોસાયટીમાં રહેતાં તુલસીંભાઈ ઉર્ફે તરળસીંગભાઈ રાવાણીએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના સમયે મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે તુલસીભાઈ ઉર્ફે તળસીંગભાઈ સાવાણીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

જ્યારે બીજાે બનાવ ફતેપુરા તાલુકાના નવાગામ ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૧ ઓગષ્ટના રોજ ગામમાં રહેતાં ગલાભાઈ માનાભાઈ રાઠોડે પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી રાત્રીના સમયે મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે ગલાભાઈ માનાભાઈ રાઠોડે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!